વડાપ્રધાન મોદી મંગળવારે ૧૨ માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે હતા. આ દરમ્યાન તેમણે અનેક વિકાસકાર્યોની ભેટ જનતાને આપી. તેની સાથે સાથે તેમણે એક મોટી ભેટ એક ટ્રસ્ટને આપી છે.

જે પ્લોટ પર 'નાદ બ્રહ્મ' કલા કેન્દ્રનું નિર્માણ થવાનું છે તે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મનમંદિર ફાઉન્ડેશનને ભેટમાં આપવામાં આવ્યું હતું. આ કેન્દ્ર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે ભારતીય સંગીતની તમામ શાખાઓનું જ્ઞાન એક છત નીચે લાવશે.
Credit: X @BJP4Gujarat