UAEમાં ભારતીય સમુદાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સજ્જ થઈ રહ્યો છે. ભારત અને UAE વચ્ચે "સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતા" સાથે અબુ ધાબીમાં મજબૂત એકતા અને મિત્રતાનું પ્રદર્શન કરાશે.
.
“અહલાન મોદી” નામની ઈવેન્ટ 13 ફેબ્રુઆરીએ અબુ ધાબીના સિટી સ્ટેડિયમ ઝાયેદ સ્પોર્ટ્સમાં યોજાવાની છે.
BAPSના હિન્દુ મંદિરના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં હશે.
આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન મોદીના વધતા પ્રભાવને જોતાં તેમની ઓળખ જેવી જ વસુધૈવ કુટુંબકમની ભારતીય ફિલોસોફીને અંજલિ આપશે અને વૈશ્વિક ભાઇચારા પર ભાર મૂકશે. તેનો ઉદ્દેશ ભારતની વૈવિધ્યસભર હેરિટેજ સંસ્કૃતિ અને એકતા તથા ભારતીય ડાયસ્પોરાની ઓળખમાં તેના પ્રભાવ પર ભાર મૂકવાનો છે.
આ કાર્યક્રમમાં ભારતના વિવિધ કળા સમુદાયોના ૧૫૦ જેટલાં જૂથો ભાગ લઇ રહ્યા છે. આ જૂથોના ૭૦૦થી વધુ કલાકારો પોતાની કળા પ્રદર્શિત કરશે. વળી, યુએઇમાંથી પણ હજારો કલાકારો પણ ભારતીય કલાકારો સાથે અહીં ભાગ લેશે.
આ કાર્યક્રમના મહત્વ પર વાત કરતા શોભા રિઆલિટીના સ્થાપક અને ચેરમેન PNC મેનને કહ્યું કે, આહલાન મોદી માત્ર એક કાર્યક્રમ નથી તે સરહદોથી પાર વિવિધતામાં એકતાની એક ઉજવણી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહીં આવકારવા એ સન્માનની વાત છે. આ કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ હેરિટેજ વારસાને પ્રદર્શિત કરવાની તક મળશે. ભારત અને યુએઇના મૈત્રિ સંબંધોના ઇતિહાસમાં એક નવું ડગલું પણ બની રહેશે આ કાર્યક્રમ.
હાલ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેવા અબુધાબીના વહિવટી તંત્રને ૬૦ હજાર લોકોનું રજિસ્ટ્રેશન મળી ચૂક્યું છે.
યુએઇના ભારતીય દૂતાવાસે કહ્યું કે, ભવ્ય સ્થાપત્યકળા અને ભવ્ય ઇતિહાસ સાથેનું ભારતીય મંદિર વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લું મૂકાય તેની વિશ્વ રાહ જોઇ રહ્યું છે.
૨૦૧૪ બાદથી વડાપ્રધાન મોદીની યુએઇની આ સાતમી મુલાકાત હશે. આ મુલાકાત દરમ્યાન તેઓ દુબઇમાં ૧૪ ફેબ્રુઆરીએ યોજાનારી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ (WGS)માં ગેસ્ટ ઓફ ઓનર બનીને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં વૈશ્વિક નેતાઓ, નીતિના ઘડવૈયાઓ, નિષ્ણાતો અને વિવિધ વિષય નિષ્ણાતો વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login