ADVERTISEMENTs

NRI સભામાં 24 હજાર સભ્યો, પરંતુ 285 લોકો જ મતદાન કરી શકશે

ભારતના પંજાબમાં NRI સભામાં અંદાજે 24 હજાર નોંધાયેલા મતદારો છે, પરંતુ આગામી થોડા દિવસોમાં યોજાનારી પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં માત્ર 285 સભ્યોને જ મત આપવા માટે લાયક ગણવામાં આવે છે.

NRI Assembly / Google

285 લોકો જ  મતદાન કરી શકશે 

ભારતના પંજાબમાં NRI સભામાં અંદાજે 24 હજાર નોંધાયેલા મતદારો છે, પરંતુ આગામી થોડા દિવસોમાં યોજાનારી પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં માત્ર 285 સભ્યોને જ મત આપવા માટે લાયક ગણવામાં આવે છે. તો શક્યતા તો એવી પણ છે કે આ પૈકી માત્ર 100-125 સભ્યો જ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો

આગામી 5 જાન્યુઆરીએ NRI સભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો છે. તેમાંથી બે ભૂતપૂર્વ પ્રમુખ છે, તેઓ જસવીર એસ ગિલ અને કમલજીત હાયર છે. આ સિવાય પરવિંદર કૌર બંગા પહેલીવાર આ ચૂંટણી લડે છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં એનઆરઆઈનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થાની ચૂંટણીમાં સભ્યોની ભાગીદારી નજીવી રહેશે.

જેનું કારણ પંજાબ સરકારે બનાવેલા નિયમોમાં કરેલો સુધારો છે. આ હેઠળ ફક્ત તે સભ્યોને જ એનઆરઆઈ સભાની ચૂંટણીમાં મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે જેમણે છેલ્લા પાંચ વર્ષમાં તેમના આઈડી કાર્ડનું રીન્યુ કર્યું છે અથવા ઇસ્યુ કર્યું છે.

પંજાબ સરકાર સામે અનેક વખત વિરોધ નોંધાવવામાં આવ્યો

અહેવાલો અનુસાર, લગભગ 25 સભ્યોએ જ તેમના કાર્ડ રિન્યુ કરાવ્યા છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં 260 નવા સભ્યો બનાવવામાં આવ્યા છે. જે પૈકી કેટલા લોકો મતદાન કરી શકશે તે જોવું રહ્યું.

એનઆરઆઈ સભાના નવા નિયમો સામે પંજાબ સરકાર સામે અનેક વખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને એનઆરઆઈ બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ સાથે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ મતદાન કરવા પાત્ર સભ્યોની સમસ્યાનો કોઈ ઉકેલ મળ્યો નથી.

એનઆરઆઈ સભાના અધ્યક્ષ અને જલંધર ડિવિઝનના કમિશનર ગુરપ્રીત સપરાનું કહેવું છે કે અમે એનઆરઆઈ સભાના સભ્યોને તેમના કાર્ડ રિન્યુ કરાવવા માટે પૂરતો સમય આપ્યો હતો. પરંતુ ઘણા લોકોએ આ કર્યું નહિ. હવે ચૂંટણી દરમિયાન નિયમોમાં ફેરફાર શક્ય નથી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related