અમેરિકા અને યુરોપ સહિતના પશ્ચિમી દેશોમાં વ્યાજદરમાં વધારો થવાના પગલે ગુજરાતી બેન્કોમાં નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન (NRI) ડિપોઝિટમાં ઘટાડો જોવા મળ્યો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના ડીસેમ્બર ક્વાર્ટરના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગુજરાતની બેન્કોમાં બિન નિવાસી ભારતીયોએ પોતાના એકાઉન્ટમાં રૂ.86,635.31 કરોડ જમા કરાવ્યા હતા. આ ડિપોઝિટ ડીસેમ્બર 2022નાં રૂ.89,315.61 કરોડની સરખામણીએ રૂ.2680 કરોડ જેટલી ઓછી છે.
બેન્કર્સના જણાવ્યા પ્રમાણે, વિદેશમાં રહેતા ભારતીયો પોતે જે દેશમાં રહેતા હોય ત્યાંના વ્યાજદર અને ભારતના વ્યાજદરની સરખામણીના આધારે ઇન્ડિયામાં ફંડ મોકલતા હોય છે. હાલ અમેરિકામાં વ્યાજદર 5 થી 6 ટકા ચાલી રહ્યો છે જે ભારત કરતા ઘણો ઉંચો છે. બ્રિટન, દુબઇ, આફ્રિકન દેશોમાં પણ સારું વળતર મળી રહ્યું છે તેને કારણે ગુજરાતની બેન્કોમાં NRI ડિપોઝિટ ઘટડી જોવ મળી છે. આ ઉપરાંત જે લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે તેવા બિન નિવાસી ભારતીયો હવે ભારતમાં રોકાણ કરવાને બદલે પોતે જ્યાં રહેતા હોય ત્યાં જ રોકાણ કરે છે. NRI ડિપોઝિટમાં ઘટાડાનું આ પણ એક કારણ છે.
SLBCના ડિસેમ્બર ક્વાર્ટરના રિપોર્ટ મુજબ, વાર્ષિક ઘોરણે સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 2104 કરોડનો ઘટાડો NRI ડિપોઝિટમાં નોંધાય છે. અમદાવાદમાં રૂ.663 કરોડ, વલસાડમાં રૂ.329 કરોડ, સુરતમાં 170 કરોડનો ઘટાડો નોંધાયો છે. તો સામે વડોદરા જિલ્લામાં રૂ.425 કરોડ, આણંદમાં રૂ.214 કરોડ અને રાજકોટમાં રૂ.180 કરોડનો વધારો NRI ડિપોઝિટમાં નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login