ADVERTISEMENTs

દ્વારકામાં ૩૭,૦૦૦ આહીરાણીઓ ભગવાન શ્રીકૃષ્ણ સાથે રમશે રાસ, અમેરિકા, કેનેડાથી પણ આવશે ગુજરાતણો

અંદાજે 550 વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલીરૂપે આવ્યા હતા. તેની સ્મૃતિરૂપે આ વર્ષે શ્રીકૃષ્ણ યાદવ કુળની 37 હજાર આહીરાણીઓ દ્વારા ડિસેમ્બરની 23 તથા 24મી તારીખે ગરબો રચીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરાશે.

Lord Krishna / Google

દ્વારકામાં ૩૭,૦૦૦ આહીરાણીઓ ભગવાન શ્રીકૃષ્ણ સાથે રમશે રાસ

અંદાજે 550 વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલીરૂપે આવ્યા હતા. તેની સ્મૃતિરૂપે આ વર્ષે શ્રીકૃષ્ણ યાદવ કુળની 37 હજાર આહીરાણીઓ દ્વારા ડિસેમ્બરની 23 તથા 24મી તારીખે ગરબો રચીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરાશે. વિશાળ સંખ્યામાં આહીરાણીઓ રાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવશે. મહારાસના આયોજન માટે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે. દરેક જિલ્લાના વોટ્સએપ ગ્રૂપ બનાવી પ્રસાર કરતાં ધીરે-ધીરે કરતા ગુજરાતના 24 જિલ્લાની બહેનોએ મહારાસ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું.

અમેરિકા, કેનેડાથી પણ આવશે ગુજરાતણો

આહીરાણી મહારાસમાં પધારવા માટે પ્રથમ કંકોત્રી દ્વારકાધીશના ચરણો કરવામાં આવી છે. દ્વારકાના તમામ મંદિરોમાં કંકોત્રી આપવામાં આવી છે.આહીરાણી મહારાસ માટે માત્ર ગજરાત જ નહીં પણ ગુજરાત બહાર મુંબઈ, દિલ્લી, યુ.પી અને બિહાર એમ અનેક રાજ્યની બહેનોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત મહારાસ માટે ભારત બહાર અમેરિકા, દુબઈ, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત વિદેશમાં વસેલાં આહીર બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોત જોતામાં 16,108ના લક્ષ્યાંકની સામે 37,000 આહીરાણી બહેનો મહારાસમાં જોડાઈ હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેઓ પણ આગામી 24મી ડિસેમ્બરે દ્વારકા ખાતે મહારાસમાં ભાગ લેવા પહોંચશે.

દ્વારકા અને રુક્મિણી મંદિરને જોડતી જગ્યાએ આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલ રુક્મિણી મંદિરની બાજુમાં આહીર સમાજના અગ્રણી મૂળુભાઈ કંડોરિયાની જમીન પર આહીરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળને નંદધામ પરિસર નામ આપવામાં આવ્યું છે, જે 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં ડોમ, મંડપ, પ્રસાદ, રહેવા માટે શામિયાણા, પાર્કિંગ, મોબાઈલ ટોઇલેટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છેહજારો બહેનોને રહેવા માટે દ્વારકાની તમામ ધર્મશાળાઓ, દરેક સમાજની સમાજવાડી, હોટલો હાલ બુક કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં રહેવા માટે મંડપ બાંધવામાં આવ્યા છે. મહારાસ જોવા આવનાર લોકો માટે પણ રહેવાની સુવિધા ગ્રાઉન્ડમાં કરવામાં આવી છે. કેટલાક લોકોએ જાતે જ હોટલ બુક કરાવી સ્વયં રહેવાની વ્યવસ્થા અગાઉ કરી લીધી છે.

આહીરાણી મહારાસ માટે દ્વારકા ખાતે પહોંચવા માટે દરેક જિલ્લામાંથી સ્થાનિકોએ બસની સુવિધા કરી છે. ભારત બહાર અમેરિકા, દુબઈ, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત વિદેશથી બહેનો દ્વારકા ખાતે પધારશે. તેઓએ વીડિયો બનાવી મહારાસ માટે શુભેચ્છાઓ પાઠવી ફાળો પણ આપ્યો છે.

આહીર સમાજની પરંપરા

આહીર સમાજની પરંપરા મુજબ શ્રી કૃષ્ણની યાદમાં બહેનો કાળાં વસ્ત્રો ઘારણ કરે છે, પરંતુ ભગવાનના સ્વાગત માટે આહીર બહેનો લાલ રંગની નવલખી ઓઢણી ઓઢી રાસ રમશે. આહીર બહેનોને વિશ્વાસ છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા ખાતે રાસ રમવા જરૂર આવશે. સવારે બ્રહ્મમુહૂર્તમાં બહેનો નંદધામ પરિસરમાં આવી અને મેદાન ગોઠવાશે. પરિસરમાં ધૂપદીપ કરી ભગવાનને રાસ રમવા માટે પધરાવા આહ્વાન કરાશે. સવારે 08:30 વાગ્યે પારંપરિક આહીર રાસ શરૂ થશે અને 10 વાગ્યે તેની પૂર્ણાહુતિ થશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related