સુરત ના મજુરાગેટ ખાતે આવેલા કૃષિમંગલ હોલ ખાતે જુના ચલણી સિક્કાઓનું કોઈનેક્સ-2024 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5000 વર્ષ જુના ચલણી સિક્કાઓથી લઈને ચલણી નોટો દસ્તાવેજો અને અન્ય ઘણી બધી એન્ટિક વસ્તુઓ પ્રદર્શનમાં મુકાઈ હતી. ઉપરાંત અહીં હડપ્પા સંસ્કૃતિ, મુઘલ સામ્રાજ્યના સમયના સિક્કાઓ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. સાથે સાથે હજ યાત્રાની નોટ. હૈદરાબાદના નિજામની પહેલી નોટ, વિક્ટોરીયા રાનીના સમયની મોહર, સાઉથની ગોલ્ડ ફનમ ઉપરાંત બ્રિટિશ ઇન્ડિયા, પેશવા બાજીરાવના અને મોરારજી દેસાઇના સાશન સમયે પ્રિન્ટ થયેલી 5 હજાર અને 10 હજારની નોટ, તેમણે બંધ કરેલી 1 હજારની નોટ પણ ડિસ્પ્લે કરવા માં આવી છે.
આયોજક અક્ષય કથીરિયા એ કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં આ પ્રકારના આયોજન કરવામાં આવે છે જેમાં માત્ર ગુજરાત જ નહીં પંજાબ ,હરિયાણા, મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં પોતાનું કલેક્શન લઈને આવતા હોય છે. અહીં જૂની ચણે ચલણી નોટો તો છે જ પરંતુ નવી નોટો ના અદભુત કલેક્શન પણ અહીં રજૂ કરવામાં આવ્યા છે.
બીજી તરફ આ પ્રદર્શનમાં સુરતના સુનિલભાઈ કોના એ ડોગ માટે વર્ષો પહેલા લેવા પડતા લાઇસન્સ પણ પ્રદર્શનમાં મૂક્યા હતા. વર્ષ 1918માં લોકોએ પોતાના ઘરમાં કુતરા રાખવા માટે સરકાર પાસે લાયસન્સ લેવું પડતું હતું અને આ લાઇસન્સ આજે પણ તેમણે સાચવી રાખ્યા છે. જોકે હવે લોકોએ કૂતરું રાખવા માટે લાયસન્સ લેવા પડતા નથી, પરંતુ અમદાવાદ ખાતે ફરી એકવાર કુતરા રાખવા માટેના લાયસન્સ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમની પાસે માત્ર ડોગ રાખવા માટેના લાયસન્સ જ નહીં પરંતુ જૂના ટ્રેનમાં મુસાફરી કરવા માટેના ફ્રી પાસીસ નું અને પણ કુલીઓ નાં બિલ્લાઓ નું કલેક્શન પણ છે.
કચ્છની બોર્ડર પાસે આવેલ નાડાબેટથી આવેલ પ્રેમ ભાઈ સોની પાસે 5000 વર્ષ જુના સિક્કાઓ તો છે જ સાથે જ ઐતિહાસિક દસ્તાવેજોનું પણ કલેક્શન છે. તેમની પાસે પહેલાના સમયમાં ગુજરાતના રાધનપુર સ્ટેટ, પાલનપુર સ્ટેટ ,બરોડા સ્ટેટ ,બુંદી સ્ટેટ, રાજસ્થાન સ્ટેટ સહિત અલગ અલગ સ્ટેટ ના દસ્તાવેજો લેખ અને અન્ય આર્ટિકલ્સ પણ છે કે જે ઉર્દુ ,દેવનાગરી અને કાના માત્રા વગરની ભાષામાં લખાયેલા છે.
તો બીજી તરફ અહીં ચલણી સિક્કાઓનું પણ કલેક્શન છે ,જેમાં જુના સમયમાં રાજા મહારાજાઓના સમયે વિદિશામાં એક એમએમ થી લઈને એક ઇંચ સુધીના સિક્કાઓનું ઐતિહાસિક કલેક્શન પણ અહીં રજૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login