ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ ડિસેમ્બર 2023 માટેના ટેલિકોમ સબસ્ક્રિપ્શનના આંકડા જાહેર કર્યા હતા. આ આંકડા મુજબ ગુજરાતમાં મોબાઇલ યૂઝર્સની સંખ્યા 6.64 કરોડથી (6,64,05,351) વધારે થઇ છે. ગુજરાતમાં ડિસેમ્બર 2022ના 6.60 કરોડની સરખામણીએ મોબાઇલ વપરાશકારોની સંખ્યામાં 3,39,480 યૂઝર્સનો વધારો થયો છે. જયારે નવેમ્બર 2023ની સરખામણીએ મોબાઇલ સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં 3,08,881 જેવો વધારો થયો છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં જેટલા મોબાઈલ સબસ્ક્રાઇબર્સ છે તેમાંથી 94% લોકો સક્રિય રીતે મોબાઈલનો વપરાશ કરી રહ્યા છે.
ટ્રાઈના ડેટા મુજબ ગુજરાતમાં ટેલી ડેન્સિટી 92.24% જેટલી છે, જેનો અર્થ એ થયો કે ગુજરાતમાં લગભગ અબાલ-વૃદ્ધ તમામ વયજૂથના લોકો પાસે મોબાઇલ ફેન છે. રાજ્યની ટેલી ડેન્સિટી નેશનલ એવરેજ 85% કરતા પણ વધુ છે. આ મામલે ગુજરાત દેશમાં 9માં ક્રમે છે જયારે દિલ્હી 278% સાથે પહેલા, 122% સાથે કેરલા બીજા અને 120% સાથે હિમાચલ પ્રદેશ ત્રીજા સ્થાને છે. રાજ્યમાં વાયરલાઇન સબસ્ક્રાઇબર્સની સંખ્યા ડિસેમ્બર 2023માં 14.52 લાખને પાર કરી ગઈ છે. ગત વર્ષના સમાન ગાળાની તુલનામાં તેની સંખ્યામાં 2,80,611 સબસ્ક્રાઇબર્સનો વધારો થયો છે.
ટ્રાઈના ડેટા મુજબ ગુજરાતમાં 6.61 કરોડ મોબાઈલ હેન્ડસેટ છે જેમાંથી 94% યુઝર્સ તેનો એક્ટિવલી વપરાશ કરે છે. ગુજરાતમાં રિલાયન્સ જિયોના સૌથી વધુ કસ્ટમર્સ છે. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ જિયોના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2.70 કરોડની સામે 23.45 લાખ વધીને ડિસેમ્બર 2023માં 2.93 કરોડને પાર ગઈ છે. ટ્રાઈના માસિક રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2023 સુધીમાં દેશમાં કુલ 115.85 કરોડ મોબાઇલ સબસ્ક્રાઇબર્સ છે. ગત વર્ષેની સરખામણીએ મોબાઇલ વપરાશકારોની 1.55 કરોડનો વધારો થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login