તારીખ 22 જાન્યુઆરીના રોજ જ્યારથી અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામનું મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું છે ત્યારથી દેશ વિદેશના લાખો લોકો રામલલ્લા ના દર્શન માટે આવી ચુક્યા છે. રોજબરોજ રામલલ્લા ના દરબારમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. જેમાં હવે આવતા અઠવાડિયે 27 દેશોના 80 બિનનિવાસી ભારતીયો (NRI) નું એક જૂથ અયોધ્યાના શ્રીરામ મંદિરની મુલાકાત માટે 400 ભક્તો સાથે આવવાનું છે. જેને દિલ્હી સ્ટડી ગ્રૂપના પ્રમુખ ડૉ.વિજય જોલી ગ્રૂપનું નેતૃત્વ કરશે.
સામાન્ય રીતે પ્રભુ શ્રીરામ ના દર્શન માટે આવતા ભક્તો જે દેશ પ્રદેશમાંથી આવતા હોય છે ત્યાંથી તેઓ શ્રી રામના ચરણો માં અર્પણ કરવા માટે કંઈકને કંઈક ભેટ સોગાદ લાવતા હોય છે. દરેક ભક્ત પોતાની ઇચ્છાશક્તિ મુજબ પ્રભુને અર્પણ કરે છે. પરંતુ અહીં નોંધનીય છે કે, ડો.વિજય જોલીએ પ્રભુ શ્રીરામ ને ભેટ આપવા માટે કે અયોધ્યા રામમંદિરને અર્પણ કરવા માટે એક વિશેષ આયોજન કર્યું છે. જેમાં 7 ખંડો અને 156 દેશોનું પાણી એકત્ર કરીને કળશ બનાવવામાં આવ્યા છે. આ કળશના પાણીથી તેઓ તમામ NRI સાથે રામલલ્લા ની મૂર્તિનો જળાભિષેક કરશે.
વિદેશ થી આવનાર ભારતીય (NRI)ભક્તો એપ્રિલ 21 ના રોજ અયોધ્યા પહોંચશે અને સરયૂ ઘાટ સાંજની આરતીમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ હનુમાન ગઢી મંદિરમાં જઈને ભગવાન હનુમાનના આશીર્વાદ લેશે. એપ્રિલ.22 ના રોજ તેઓ ચંપત રાય (મહાસચિવ-શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર) રામલાલ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-સંપર્ક વિભાગ પ્રમુખ) દિનેશ ચંદ્ર (સંરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ) અને ભારતીય મૂળના ઉદ્યોગપતિ અશોક કુમાર તિવારી સાથે રામ મંદિરની મુલાકાત લેશે. (Pravasi Bharatiya Samman awardee).
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login