ADVERTISEMENTs

ભારતમાંથી સગીર સંબંધીને લાવીને ત્રાસ ગુજારનાર દંપતી દોષિત જાહેર કરાયા

અમેરિકામાં ભારતીય મૂળના એક દંપતીને તેમના એક સંબંધી પર બળજબરી, ધમકાવવા અને દુર્વ્યવહાર કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

વર્જીનિયા કોર્ટે હરમનપ્રીત સિંહ અને કુલબીર કૌરને દોષિત ઠેરવ્યા છે. / Social Media

અમેરિકામાં ભારતીય મૂળના એક દંપતીને તેમના એક સંબંધી પર બળજબરી, ધમકાવવા અને દુર્વ્યવહાર કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. વર્જીનિયાની ફેડરલ કોર્ટે 30 વર્ષીય હરમનપ્રીત સિંહ અને 43 વર્ષીય કુલબીર કૌરની સજા માટે 8 મેની તારીખ નક્કી કરી છે.

દંપતીને મહત્તમ 20 વર્ષની જેલ અને 2,50,000 ડોલર સુધીના દંડનો સામનો કરવો પડે છે. તેમને પાંચ વર્ષ સુધી દેખરેખ હેઠળ મુક્ત કરી શકાય છે અને બળજબરીથી મજૂરી માટે વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવે છે.

આ દંપતી પર આરોપ છે કે તેણે હરમનપ્રીતના પિતરાઈ ભાઈને 2018માં સારા ભણતર અને સોનેરી સપનાના બહાને અમેરિકા લાવ્યો હતો. તે સમયે ભાઈ સગીર હતો. પરંતુ અમેરિકા આવ્યા પછી, તેમને તેમના ગેસ સ્ટેશન અને સ્ટોર પર કેશિયર તરીકે કામ કરવા, સ્ટોરના રેકોર્ડ્સનું સંચાલન કરવા અને ખોરાક તૈયાર કરાવવાની ફરજ પડી હતી. તેને શારીરિક, માનસિક શોષણ અને ત્રાસ ગુજારવામાં આવતો હતો.

ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, દંપતીએ પીડિતના વિશ્વાસનું ઉલ્લંઘન કર્યું હતું અને અમેરિકામાં અભ્યાસ કરવાની તેની ઈચ્છાનો લાભ લીધો હતો. દંપતીએ તેના ઇમિગ્રેશન દસ્તાવેજો જપ્ત કર્યા અને તેને અપમાનજનક સ્થિતિમાં જીવવા માટે દબાણ કર્યું, ગંભીર નુકસાનની ધમકી આપી અને બળનો ઉપયોગ કર્યો.

"બળજબરીથી મજૂરી અને માનવ તસ્કરી એ જઘન્ય ગુનાઓ છે જેનું આપણા સમાજમાં કોઈ સ્થાન નથી, અને આ કેસમાં ન્યાય આપવામાં આવ્યો તેની ખાતરી કરવા બદલ હું ફરિયાદીઓ, એજન્ટો અને સહાયક સ્ટાફની અમારી ટીમનો આભારી છું," એબરે કહ્યું.

દંપતીએ પીડિતને ઘણી વખત પાછળની ઓફિસમાં સૂવા માટે દબાણ કર્યું. તેને સંપૂર્ણ ખોરાક આપવામાં આવ્યો ન હતો. તબીબી સંભાળથી વંચિત રાખવામાં આવ્યો અને તેને ભણવાની પણ છૂટ નહોતી સાથે જ  દુકાનમાં સર્વેલન્સ સાધનો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવતું હતું. તે ભારત પરત ફરવા માંગતો હતો, પરંતુ તેને પરત જવા દેવામાં આવ્યો ન હતો અને તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તેને અટકાવવામાં આવ્યો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, જ્યારે પીડિતે તેના ઇમિગ્રેશન દસ્તાવેજો પાછા માંગ્યા અને જવાનો પ્રયાસ કર્યો, ત્યારે હરમનપ્રીત સિંહે તેના વાળ ખેંચ્યા, થપ્પડ મારી અને લાત મારી. જ્યારે તેણે એક દિવસની રજા લેવાનો પ્રયાસ કર્યો ત્યારે રિવોલ્વર દેખાડી ધમકી આપી હતી

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related