ન્યૂયોર્કમાં ભારતીય મૂળના અખબાર વિક્રેતા સાદિક ટોપિયા પર 92 હજાર ડોલર (લગભગ 75 લાખ રૂપિયા)નો મોટો દંડ લગાવવામાં આવ્યો છે. ગુજરાતના વતની સાદિકનો દાવો છે કે આ દંડ ખોટો છે. આ લડાઈમાં સાદિકના સમર્થન માટે ન્યૂયોર્કના ઘણા લોકો પણ આગળ આવ્યા છે.
ગુજરાતમાંથી અમેરિકા આવેલા સાદિક ટોપિયા લગભગ 23 વર્ષથી ન્યૂયોર્કના બ્રોન્ક્સમાં અખબારનો સ્ટોલ ચલાવતા હતા. આ કિઓસ્ક તેણે એક મહિલા પાસેથી ભાડે લીધું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર એન્ડ વર્કર પ્રોટેક્શન (DCWP) દાવો કરે છે કે સાદિક એક્સપાયર થયેલા લાયસન્સ પર બિઝનેસ કરી રહ્યો હતો, તેથી તેના પર દંડ લાદવામાં આવ્યો છે.
વિભાગે સાદિકને દંડ ફટકાર્યો હતો અને ગયા વર્ષે 7 નવેમ્બરે બ્રોડવે અને વેસ્ટ 79મી સ્ટ્રીટ પર તેની દુકાન બંધ કરી દીધી હતી. આમ છતાં, સાદિકે તેના ગ્રાહકોને છોડ્યા નહીં અને ચર્ચની સીડી પરથી જ તેમને અખબારો પહોંચાડ્યા. આટલું જ નહીં, કાતિલ ઠંડીમાં પણ સાદીકે પોતાનું કામ બંધ ન કર્યું.
વિભાગે સાદિક પર બે કેસમાં દંડ ફટકાર્યો છે. એક કિસ્સામાં, સાદિક સપ્ટેમ્બર 2022માં તેની દુકાન પર ઇ-સિગારેટ વેચતો જોવા મળ્યો હતો, તેનું લાઇસન્સ ડિસેમ્બર 2021માં સમાપ્ત થયું હતું. આ કેસમાં તેના પર 58,400 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, 1 ડિસેમ્બર, 2021થી કોર્ટમાં પહોંચવાની તારીખ 12 જુલાઈ, 2023 સુધી દરરોજ 100 ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
બીજા કિસ્સામાં, સાદિક પર તેની અખબારની દુકાનમાં 30 ડોલરનું ફોન ચાર્જર વેચવાનો આરોપ છે, કેમ કે, તેની પાસે માત્ર 10 ડોલરની કિંમતની વસ્તુઓ વેચવાનું લાઇસન્સ હતું. આ આરોપમાં તેને 34 હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વિભાગ દ્વારા લાદવામાં આવેલા આ દંડને સાદીકે પડકાર્યો છે. તેનું કહેવું છે કે તેણે માત્ર 13 દિવસ માટે લાયસન્સ વગર ઈ-સિગારેટ વેચી હતી. આ ઉપરાંત દંડ ભરવાની જવાબદારી તેની નથી કારણ કે તેણે દુકાન ભાડે લીધી હતી. જોકે સાદિકનું કહેવું છે કે તે વાજબી દંડ ભરવા તૈયાર છે, પરંતુ આટલો મોટો દંડ ચૂકવી શકતો નથી.
સાદિકની હાલત જોઈને તેના એક સંબંધીએ ગો ફંડ મી પર એક પેજ બનાવ્યું છે અને મદદ માટે વિનંતી કરી છે. તેની મદદ માટે અત્યાર સુધીમાં 49 લોકો આગળ આવ્યા છે. જો કે, માત્ર 2680 ડોલરની રકમ એકત્ર કરવામાં આવી છે જ્યારે તેમને 67,450 ડોલરની જરૂર છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ પણ સાદિકની દુકાન ફરીથી ખોલવાના પ્રયાસો કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login