ADVERTISEMENTs

ચેમ્બર ઓફ કોમર્સ અને વિયેતનામ સ્થિત ફિલીપાઈન ચેમ્બર ઓફ કોમર્સની વચ્ચે સમજૂતી કરાર થયા.

SGCCIના માનદ્ ખજાનચી શ્રી કિરણ ઠુમ્મર અને ફિલીપાઈન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ એટ્ટી. અર્નેલ ડી. માટેઓએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સ અને વિયેતનામ સ્થિત ફિલીપાઈન ચેમ્બર ઓફ કોમર્સની વચ્ચે સમજૂતી કરાર / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને વિયેતનામ સ્થિત ફિલીપાઈન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વચ્ચે SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ અંતર્ગત હો ચી મિન્હ સિટી, વિયેતનામ ખાતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં વૃદ્ધિ કરવાના હેતુ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.

SGCCIના માનદ્ ખજાનચી શ્રી કિરણ ઠુમ્મર અને ફિલીપાઈન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ એટ્ટી. અર્નેલ ડી. માટેઓએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી શ્રી કિરણ ઠુમ્મરે SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુ.એસ. ડોલરની ઇકોનોમી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુ.એસ. ડોલરનું એક્ષ્પોર્ટ કરવા હાંકલ કરી છે. જેના અનુસંધાનમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન હાથ ધરાયું છે. જેના અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાત, ગુજરાત અને ભારતમાંથી રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ કરવાનો સંકલ્પ લેવાયો છે અને તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે એટ્ટી.અર્નેલ ડી. માટેઓએ જણાવ્યું હતું કે, બંને ચેમ્બર ઓફ કોમર્સની વચ્ચે આ એમઓયુ વિવિધ કાર્યક્રમો અને એક્ઝિબિશનમાં સહયોગ કરવાના હેતુથી કરવામાં આવ્યો છે. જેથી બંને દેશો પરસ્પર એકબીજાની જરૂરિયાત મુજબની પ્રોડક્ટનું આદાન - પ્રદાન કરી શકે અને યોગ્ય પ્રોડક્ટ, યોગ્ય સમયે અને યોગ્ય મૂલ્ય સાથે ઉપલબ્ધ થાય. સાથે જ આ એમઓયુ જે તે દેશની અર્થવ્યવસ્થાને બળ પ્રદાન કરવાની દિશામાં એક પગલું છે તેમ તેમણે જણાવ્યું હતું. 

આ પ્રસંગે વિયેતનામ ઈન્ટરનેશનલ આંત્રપ્રિન્યોર નેટવર્કિંગ ક્લબ (VIENC)ના પ્રેસિડેન્ટ શ્રી દિન્હ વિન્હ ક્વોંગ અને ફિલીપાઈન ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દોદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related