ADVERTISEMENTs

મોરબીના પોલીસ કોન્સ્ટેબલે આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારોને સર કર્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે તાન્ઝાનિયાના માઉન્ટ કીલીમનજારોમાં આવેલો આફ્રિકાનો હાઇએસ્ટ પોઇન્ટ સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધાર્યું છે.

કોન્સ. પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા / Google

સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારોને સર કર્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે તાન્ઝાનિયાના માઉન્ટ કીલીમનજારોમાં આવેલો આફ્રિકાનો હાઇએસ્ટ પોઇન્ટ સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધાર્યું છે.

તાજેતરમાં શિખર ટ્રાવેલ્સ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આફ્રીકાના તાન્જાનીયામાં આવેલ આફ્રીકાના હાઇએસ્ટ માઉન્ટ પોઇન્ટ માઉન્ટ કિલિમાન્જારો સર કરવા અંગે એક સમીટનુ આયોજન કરી જાણકારી આપી. આ સમિટમાં કહેવાયું કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ. પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓએ આફ્રીકા ખંડના તાન્જાનીયા દેશમાં આવેલ આફ્રીકાના હાઇએસ્ટ પોઇન્ટ માઉન્ટ કીલીમનજારો શિખર (ઉંચાઇ-૫૮૯૫ મીટર, ૧૯૩૪૧ ફુટ) ના હાઇએસ્ટ પોઇન્ટને સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધાર્યું છે. હોય મોરબી જીલ્લાના તમામ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related