ADVERTISEMENTs

ઓલપાડનાં દામકા વેટલેન્ડ ખાતે બતકની સોથી રેર પ્રજાતિ ફ્લુવ્સ વિશલિન્ગ ડક (મોટી સીસોટી) જોવા મળ્યું

આ બતક વધારે મેક્સિકો, દક્ષિણ અમેરિકા, સહારા આફ્રિકાના ઉપ પ્રદેશો, કેરેબિયન વિસ્તારો તેમજ ભારતના ઉપમહાદ્વિપમાં જોવા મળે છે.

બતક નું સોથી રેર પ્રજાતિ ફ્લુવ્સ વિશલિન્ગ ડક / Dr, Vijayendra Desai

સુરતમાં ઓલપાડ નાં દામકા ખાતે બતક નું સોથી રેર પ્રજાતિ ફ્લુવ્સ વિશલિન્ગ ડક (મોટી સીસોટી) જોવા મળ્યું હતું.ગુજરાત માં આ બતક આ પહેલા બરોડા માં એક વાર જોવા મળ્યું હતું.અને ત્યારબાદ આ હલ સુરત નાં ડામકા વેટલેન્ડ ખાતે એક પરિવાર દ્વારા બર્ડ ફોટોગ્રાફી કરતી વખતે કેપચર થયું હતું.


સુરતના ડો. વિજયેન્દ્ર દેસાઈ  એ કહયું કે હું રવિવારે મારા નાં વ્યારાના મિત્રો ડો. નેહા અને કશ્યપ જરીવાલા સાથે રવિવારે સુરતના આજુબાજુના વિસ્તારમાં પક્ષીઓની ફોટોગ્રાફી કરવા નીકળ્યા હતા. ત્યારે મને એક અલગ પ્રકારની બતક જોવા મળી હતી.મારા આટલા વર્ષો નાં અનુભવ પરથી તરત ખબર પડી ગઈ કે આ બતક બીજું કોઈ નહિ પણ ફ્લુવ્સ વિશલિન્ગ ડક છે. એ બીજી બતકો ની સાથે પરંતુ થોડી અલગ ઉભી હતી. એના કલર અને એની સાઈઝના આધારે એ બધી બતક કરતા થોડી અલગ પડી રહી હતી. ફ્લુવ્સ વિશલિન્ગ ડક ને મળતાવડી દેખાવ વાળી લેસર વિસલિંગ ડક(નાની સીસોટી બતક) સુરતમાં મોટી સંખ્યા માં જોવા મળે છે અને આ બતક પણ એ બધાના ટોળા સાથે ફરી રહી હતી. મે જોયુ કે ફ્લુવ્સ વિશલિન્ગ ડક સાથે લેસર વિસલિંગ ડક લડી રહી હતી.  બર્ડ ઈડેન્ટીફિકેશન માટેની મર્લિન એપ્લિકેશન ના નકશા મુજબ  આ બતકનો ગુજરાત બાજુનો અત્યાર સુધીનો પ્રથમ રેકોર્ડ છે.જો કે આ પહેલા આ બતક બરોડા માં જોવા મળ્યું હતું.આમ આ બતક વધારે મેક્સિકો, દક્ષિણ અમેરિકા, સહારા આફ્રિકાના ઉપ પ્રદેશો, કેરેબિયન વિસ્તારો તેમજ ભારતના ઉપમહાદ્વિપમાં જોવા મળે છે.આનું ગુજરાતીમાં મોટી સિસોટી બતક કહેવામાં આવે છે. ખાસ કરીને ફેબ્રુઆરી માર્ચ માં સુરત માં મોટા પ્રમાણ માં પક્ષીઓ માઇગ્રેટ થઈ ને આવતા હોય છે.અનએ ઉનાળા ની સીઝન શરૂ થતા પહેલા જ તેઓ નીકળી હતા હોય છે.આ બતક નું હાલ માં મે સીઝન માં અંહિ મળવું એ પક્ષીવિદો માટે પણ આશ્ચર્ય નો વિષય છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related