ADVERTISEMENTs

?> Sponsored Ad

વંદે ભારત ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, સ્ટેશન પર દરવાજા જ ન ખુલ્યા. મુસાફરો અટવાયા.

સવારે 8:20 વાગ્યે સુરત સ્ટેશન પહોંચેલી વંદે ભારત ટ્રેનના સી-14 કોચના દરવાજા ન ખુલ્યા, આખરે મેન્યુઅલી ખોલવા પડયા.

વંદે ભારત પ્રતીકાત્મક તસ્વીર / wikipedia

રેલવે વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન આજે સવારે જયારે સુરત સ્ટેશન પહોંચી હતી ત્યારે ટ્રેનના સી 14 કોચના દરવાજા ખુલ્યા જ ન હતા. જેના કારણે મુસાફરો અટવાયા હતા. વંદે ભારત ટ્રેન અમદાવાદથી ઉપડીને સુરત સ્ટેશન પર 8:20 વાગ્યે પહોંચે છે. આજે સવારે જયારે વંદે ભારત સુરત પોહચી ત્યારે સુરત ઉતરનારા મુસાફરો ઉભા થઈને ઉતરવા ગયા હતા. પરંતુ ટ્રેન નો દરવાજો જ ન ખુલતા તેઓ અંદર બેસી રહ્યા હતા. થોડા સમય રાહ જોયા બાદ મુસાફરો પણ અચંબા માં પડી ગયા હતા. તુરંત જ રેલવે નો સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચ્યો હતો.

માહિતી પ્રમાણે કોઈક ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા. જોકે રેલવે વિભાગની એન્જીનીયર્સની ટીમે તાત્કાલિક આવીને ટેક્નિકલ પ્રોબ્લમ સોલ્વ કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી. અંતે સ્ટાફ ભારે જહેમત બાદ દ્વારા ટ્રેનના દરવાજા મેન્યુઅલી જ ખોલવા પડયા હતા.

સુરત પોહચેલી વંદે ભારત ટ્રેન ના દરવાજા ન ખુલવાને કારણે અંદાજે એક કલાક થી વધુ સમય સુધી ટ્રેનને સુરત સ્ટેશન પર રોકી રાખવામાં આવી હતી. જેના કારણે મુસાફરો એ પરેશાન થવાનો વારો આવ્યો હતો. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related