ADVERTISEMENTs

સુરતમાં લાકડામાંથી બનાવાઈ રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ

દેશભરમાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. જેમાં લોકો વિવિધ રીતે પોતાની રામ ભગવાન માટેની ભક્તિ દર્શાવી રહ્યા છે. આ વચ્ચે સુરતમાં ફરી એકવાર નવીનત્તમ કાર્ય કરતાં જોવા મળી રહ્યા છે.

Replica of Ram Mandir / Google

સુરતમાં લાકડામાંથી બનાવાઈ રામ મંદિરની  પ્રતિકૃતિ 

દેશભરમાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. જેમાં લોકો વિવિધ રીતે પોતાની રામ ભગવાન માટેની ભક્તિ દર્શાવી રહ્યા છે. આ વચ્ચે સુરતમાં ફરી એકવાર નવીનત્તમ કાર્ય કરતાં જોવા મળી રહ્યા છે. આ વચ્ચે સુરતમાં લાકડામાંથી રામ મંદિર ની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી રહ્યા છે.

500 પાર્ટને જોડીને રામ મંદિર બનાવવામાં આવી

આ અંગેની માહિતી અનુસાર, સુરતમાં અગાઉ રામ મંદિરની સોના ચાંદી અને હીરા માંથી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. જે પછી હવે લાકડામાંથી રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી રહી છે. જેના માટે 30 જેટલી બહેનો દરરોજ 100 લાકડાના રામ મંદિર બનાવે છે. એટલું જ નહીં આ જગ્યા પર રોજની 70 જેટલા મંદિરની ડિમાન્ડ આવી રહી છે. અને જેમ જેમ લોકોને ખબર પડી રહી છે તેમ ડિમાન્ડ વધી રહી છે. એટલું જ નહીં આ મંદિરની રચના પણ વિશેષ રીતે કરવામાં આવી રહી છે. જેમાં 500 પાર્ટને જોડીને રામ મંદિર બનાવવામાં આવી રહ્યા છે.

સુરતમાં રામ મંદિર અંગે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વલથાણ પુણાગામ કેનાલ રોડ પર લાકડામાંથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી રહી છે. જેના માટે મહિલાઓ રાત દિવસ કામ કરી રહી છે. આ માટે રામમંદિરની જેમ ગર્ભગૃહ, સભામંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related