આરબ દેશ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના અબુધાબીમાં રામમંદિર જેવું ભવ્ય મંદિર હવે પૂર્ણ થવાને આરે છે. આ મંદિર (બીએપીએસ)નું 14 ફેબ્રુઆરીએ વસંતપંચમીના પર્વે પ્રાણપ્રતિષ્ઠાના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. આ મંદિર UAEની સદ્ભાવ અને સહ-અસ્તિત્વની નીતિનું ઉદાહરણ હશે.
હિન્દુ મંદિરનું નિર્માણ અબુધાબીના કલ્ચરલ ડિસ્ટ્રિક્ટમાં 27 એકર ક્ષેત્રમાં કરાયું છે. જેના અડધા ભાગમાં પાર્કિંગ છે. તેનો શિલાન્યાસ 6 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો. મંદિરના મુખ્ય ગુંબજમાં પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુની સાથે અરબી આર્કિટેક્ચરમાં ચંદ્રમાને દર્શાવાયા છે, જેનું મુસ્લિમ સમાજમાં પણ ખૂબ મહત્ત્વ છે.
આ મંદિર તમામ ધર્મોનું સ્વાગત કરશે અને ભારત તેમજ આરબની સંસ્કૃતિના મિશ્રણનું ઉદાહરણ હશે. મંદિરની દીવાલો પર અરબી ક્ષેત્ર, ચીની, એઝ્ટેક અને મેસોપોટામિયાથી 14 કહાનીઓ હશે, જે દરેક સંસ્કૃતિઓમાં જોડાણ દર્શાવે છે.
બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રમુખ બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે આ આરબ દેશમાં પહેલું વિચાર આધારિત બીએપીએસ હશે. 1997માં ગુરુ પ્રમુખસ્વામી મહારાજ જ્યારે અહીં આવ્યા હતા તો તેમણે એક સપનું જોયું હતું કે અહીં હિન્દુ મંદિર બને.
આજે 27 વર્ષ પછી આ સપનું સાકાર થઈ રહ્યું છે. મંદિરના ગેટ પર રેતીના ઢગલાની રચના કરાઈ છે, જેને સાત અમીરાતમાંથી રેતી લાવીને બનાવાયું છે. આગળ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે જેમાં મુખ્ય પ્રવેશદ્વાર પહેલાં સીડીની બંને તરફ ગંગા અને યમુનાનો પ્રવાહ રહેશે અને સરસ્વતી નદીની કલ્પના એક લાઇટથી કરાઈ છે. ગંગા સાથે 96 ઘંટોને સ્થાપિત કરાયા છે, જે 96 વર્ષની તપસ્યા દર્શાવે છે. મંદિરના માર્ગે ઠંડી રહેનારી નેનો ટાઇલ્સ લગાવાઈ છે. ત્યારે, મંદિરની જમણી બાજુ ગંગા ઘાટ છે, જેમાં ગંગા જળની વ્યવસ્થા હશે.
7 એમિરેટ્સને દર્શાવતા 7 શિખર: મંદિરમાં 7 શિખર છે, જે UAEના સાત એમિરેટ્સને દર્શાવે છે. મંદિરમાં સાત દેવી-દેવતા વિરાજશે, જેમાં રામ-સીતા, શિવ-પાર્વતી સામેલ છે. પથ્થરો પર હેન્ડક્રાફ્ટથી મહાભારત, ગીતાની કથાઓ દર્શાવાઈ છે. દીવાલો પર પથ્થરો દ્વારા સંપૂર્ણ રામાયણ, જગન્નાથ યાત્રા અને શિવ પુરાણ પણ કોતરાયેલાં છે.
મંદિર પરિસરમાં પ્રાર્થના કક્ષ, સામુદાયિક કેન્દ્ર, લાઇબ્રેરી, બાળકોનો પાર્ક અને એમ્ફીથિયેટર છે. પાયાના પથ્થરો સાથે સેન્સર લગાવેલાં છે જે રિસર્ચ માટે વાઇબ્રેશન, દબાણ, હવાની ગતિ અને ઘણાં પ્રકારનો ડેટા આપે છે.
3 વર્ષમાં ગુજરાત, રાજસ્થાનના 2000 કારીગરોએ 402 સફેદ આરસના પિલર તૈયાર કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login