સેંકડો હિન્દુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે એવું અયોધ્યાના રામ મંદિરની બસ થોડા જ દિવસોમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે શ્રી રામલલા માટે સમગ્ર દેશ અને વિશ્વમાંથી અલગ અલગ ભેટ સોગાદોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે.
અયોધ્યા ખાતે પંચ ધાતુમાંથી બનેલું પાંચ ફૂટનું અજય બાણ મોકલવામાં આવ્યું. પ્રભુ શ્રીરામની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં આવેલી શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીથી અયોધ્યા ખાતે પંચ ધાતુમાંથી બનેલું પાંચ ફૂટનું અજય બાણ મોકલવામાં આવ્યું છે. આ અજય બાણ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે.
રામ અને લક્ષ્મણ શૃંગી આશ્રમ ખાતે ગયા હતા. ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે જગદંબાની આરાધના કરવા જણાવ્યું હતું. ત્યારબાદ રામે જંગલમાં મા જગદંબાની પૂજા કરી. પરિણામે સ્વયમ જગદંબા પ્રસન્ન થયા અને રામને એક બાણ આપી વિજયી ભવના આશિર્વાદ આપ્યા હતા. આ જ બાણથી રામે રાવણનો વધ કર્યો હતો.
આ પૌરાણિક કથાથી પ્રેરાઈને અમદાવાદના જય ભોલે ગ્રુપના દીપેશ પટેલે 11.5 કિલોનું પાંચ ફૂટ લાંબું અજય બાણ બનાવ્યું છે. આ અજય બાણ અયોધ્યા મોકલતાં પહેલાં જય ભોલે ગ્રુપના સભ્યો તેને લઈને અંબાજી ગયા હતા. અંબાજીમાં ગબ્બર પર અંબેમાતાની અખંડ જ્યોત સમક્ષ અજય બાણ પૂજા માટે મૂકાયું હતું. બનાસકાંઠાના કલેક્ટર અને આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન વરુણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠના બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે અજય બાણની પૂજા કરી હતી.
બાણ વિશેની થોડી ખાસ વાતો
નાનપણમાં મોટાભાગના લોકો તીર-કામઠા વડે રમ્યા હશે. પ્રાચીન ભારતના યુદ્ધોમાં તીર મુખ્ય શસ્ત્ર હતું. પરંતુ તેના વિશે વિસ્તૃત વાત બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. તીર બે હાથ કરતા લાંબુ અને નાની આંગળી કરતા જાડુ ન હોવું જોઈએ. તીર ત્રણ પ્રકારના હોય છે. આગળનો ભાગ જાડો હોય તેને નારી તીર કહેવાય છે, આવા તીર ખૂબ આગળ જાય છે. જેનો પાછળનો ભાગ જાડો હોય તેવા તીર પુરૂષ તીર કહેવાય છે. આ તીરનો પ્રહાર ખુબ જ ઉંડો થાય છે. જ્યારે બંને તરફ સમાન હોય તેને નાન્યતર તીર કહેવાય છે, આ તીર ઉત્તમ નિશાન સાધે છે. તીરમાં વિવિધ પ્રકારના ફણ એટલે કે આગળના ભાગ હોય છે. જેમાં આરામુખ, શુરપ્ર, ગોપુચ્છ, અર્ધચંદ્ર, સૂચિમુખ, ભલ, વત્સદન્ત, દ્વિભલ્લ, કાણિક, કાકતુંડ વગેરેનો સમાવેશ થાય છે.
અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે અને પ્રભુની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ પૌરાણિક કથા પરથી અજય બાણ બનાવવાનો વિચાર આવ્યો અને પાંચ દિવસમાં પંચ ધાતુમાંથી પાંચ ફૂટ લાંબું અને 11.5 કિલો વજન ધરાવતું અજય બાણ બનાવ્યું છે. 15 કારીગરોએ રાત-દિવસની મહેનત કરીને આ બાણ બનાવ્યું છે, જેની પાછળ પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આ અજય બાણને ૧૦ જાન્યુઆરીએ અયોધ્યા અર્પણ કરવામાં આવ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login