અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની 4 હજાર કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. ન્યૂયોર્કના હડસન હાઈલાઈન પાર્ક પરથી રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન તૈયાર કરાઈ છે. 26 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીની લીલીઝંડી મળ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાશે. નવા સ્ટેશનમાં કોણાર્ક અને અડાલજ વાવ થીમની ડિઝાઇન તૈયાર કરાઈ છે.
નવા સ્ટેશનમાં જૂના ટ્રેકની સંખ્યા જાળવી ટ્રેકની સંખ્યા વધારાશે. પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂપિયા 2400 કરોડ ફાળવાયા છે. નવા સ્ટેશનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીનો વિસ્તાર ડેવલપ કરાશે. જેમાં ગાર્ડન, મોલ સાથે એલિવેશન રોડ બનશે. આધુનિક ટેકનોલોજી સાથે બુકીંગ એરિયા અને રેસ્ટ રૂમ પણ હશે.
હેરિટેજ ઝુલતા મિનારાને યથાવત રાખી 20 એકર વિસ્તારંમાં ગ્રીન સ્પેસ રાખી નવો લુક અપાશે. વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સાથે મુસાફરો કાલુપુર અને સરસપુર તરફથી એન્ટ્રી લઈ શકશે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બુલેટ ટ્રેન નીચે જમીનમાં મેટ્રો રેલ અને વચ્ચે પશ્ચિમ રેલવેની ટ્રેનો પસાર થતાં મુસાફરોને રેલવે સ્ટેશનનો એક અલગ અનુભવ થશે. ટ્રેનની અવર જવર પર કોઈ અસર ન પડે અને મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહે તે માટે કાલુપુર ખાતે પ્લેટફોર્મ 7,8 અને 9 બંધ કરી ત્યાં પ્રથમ તબક્કામાં કામ શરૂ કરાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login