ADVERTISEMENTs

અમેરિકાઃ વરરાજાઓમાં ખાસ રંગબેરંગી ડિઝાઈનર કપડાંની માગ વધી, બનાવવામાં 3 મહિનાનો સમય લાગે છે

વરરાજાઓનું માનવું છે કે લગ્નનો દિવસ એ વ્યક્તિત્વ બતાવવાની તક છે. જ્યારે લગ્નનાં વસ્ત્રોની વાત આવે છે ત્યારે તમામનું ધ્યાન વરરાજા તરફ જાય છે. કોઈ પણ દેશ કે સંસ્કૃતિમાં વરરાજાના પહેરવેશને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે.

રંગબેરંગી ડિઝાઈનર કપડા / Google

વરરાજાઓનું માનવું છે કે લગ્નનો દિવસ એ વ્યક્તિત્વ બતાવવાની તક છે

જ્યારે લગ્નનાં વસ્ત્રોની વાત આવે છે ત્યારે તમામનું ધ્યાન વરરાજા તરફ જાય છે. કોઈ પણ દેશ કે સંસ્કૃતિમાં વરરાજાના પહેરવેશને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. બ્રાઈડલ ડ્રેસની નવી ડિઝાઈન ફેશન કે ટીવી શોમાં પણ જોવા મળે છે. બીજી બાજુ વરરાજા સામાન્ય રીતે પરંપરાગત પોશાક અથવા સાદા સૂટમાં જોવા મળતા હોય છે.

હવે અમેરિકામાં બદલાવ જોવા મળી રહ્યો છે. વરરાજાઓમાં ખાસ રંગબેરંગી ડિઝાઇનર કપડાંની માંગ વધી રહી છે. ખાસ ડિઝાઇન કરાયેલાં આ વસ્ત્રોને તૈયાર કરવામાં ત્રણ મહિના જેટલો સમય લાગે છે.

માઈકલ એન્ડ્રુઝ 2006થી વર-વધૂ માટે રંગબેરંગી, અવનવા પોશાક તૈયાર કરે છે અને ન્યૂયોર્કમાં ‘ધ ગ્રૂમ શોપ’ (પુરુષોના લગ્નના પોશાકની દુકાન)ના માલિક છે.

માઈકલ કહે છે કે પુરુષોએ સ્વીકાર્યું છે કે લગ્નનો દિવસ તેમના માટે ખાસ હોય છે, તેમની અલગ પર્સનાલિટી દર્શાવવાની તક હોય છે.

મોટા ભાગના વરરાજા પરંપરાગત સૂટને ટાળી રહ્યા છે અને ડિઝાઈનરો સાથે મળીને ખાસ કસ્ટમ લુક તૈયાર કરી રહ્યા છે.

આ સિવાય તેઓ લગ્ન માટે અલગ કપડાં અને રિસેપ્શન માટે અલગ કપડાંની પણ માંગ કરી રહ્યા છે. સપ્ટેમ્બરમાં લગ્ન કરનાર માઈકલના ગ્રાહક ડ્રુ ગેહલિંગનું કહેવું છે મને લાગે છે કે ચોક્કસ સમયે તમારા માટે ખાસ બનાવેલી વસ્તુ પહેરવાથી તમે સશક્તીકરણ અનુભવી શકો છો.  તેમણે પોતાના માટે ખાસ લીલા રંગનું મખમલી કાપડ દ્વારા ટક્સીડો બનાવ્યું હતું.

ફેશન ડિઝાઈનર જેરોમ લેમરનું કહેવું છે કે લગ્નના દિવસે વરરાજાએ તેના જીવનસાથીને તેની ફેશન અને સ્ટાઈલ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ કે આ પ્રસંગ તમારા બંને માટે સમાન મહત્ત્વ ધરાવે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related