અમેરિકાએ ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતીય અધિકારીની સંડોવણીના મામલામાં ગંભીરતા વ્યક્ત કરી છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે થોડા દિવસ પહેલાં જ આ કેસ કોર્ટમાં રજૂ કર્યો હતો અને અમેરિકામાં પન્નુની હત્યાનાં કાવતરાંને નિષ્ફળ બનાવવાનાં આરોપનાં આ કેસમાં એક ભારતીયનું નામ જાહેર કર્યું હતું.
જો કે વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે આ મામલે કોઈ મહત્વપૂર્ણ માહિતી આપવાની ચોખ્ખા શબ્દમાં ના પાડી હતી, પરંતુ બાદમાં કહ્યું હતું કે અમેરિકા આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લે છે.
મિલરે આ બાબતે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે આ ઘટનાને ભારત સરકારમાં ઉચ્ચ સ્તરે ઉઠાવી છે અને અમને કહેવામાં આવ્યું છે કે તેની બરાબર રીતે તપાસ કરવામાં આવશે. મિલરના જણાવ્યા અનુસાર, ભારતે સાર્વજનિક રીતે તપાસ કરવાની જાહેરાત કરી છે, તેથી અમે તપાસના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ.
થોડા દિવસ પહેલાં જ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ આ મામલે અમેરિકન વલણ સ્પષ્ટ કર્યું હતું અને જણાવ્યું હતું કે અમેરિકા આંતરરાષ્ટ્રીય દમન સહન કરતું નથી અને અમારું વલણ કોઈ એક દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે જ સરખું છે. મિલર પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને અમેરિકામાં ખાલિસ્તાન તરફી અલગતાવાદી નેતા પન્નુની હત્યાનાં નિષ્ફળ કાવતરામાં ભારતીય અધિકારીની સંડોવણીના આરોપોની તપાસની ભારત સરકારની જાહેરાતને યોગ્ય ઠેરવી હતી.
થોડા દિવસો પહેલાં જ સરકારી વકીલોએ અમેરિકામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યાનું નિષ્ફળ ષડયંત્ર રચવાના આરોપમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા વિરુદ્ધ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરીને આરોપોની જાહેરાત કરી હતી.
અમેરિકાનાં એટર્ની મેથ્યુ જી. ઓલ્સેનના જણાવ્યા અનુસાર ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા ઉપર હત્યા માટે હિટમેન રાખવાનો અને પૈસા લઈને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બંને કેસમાં વધુમાં વધુ 10-10 વર્ષની જેલની જોગવાઈ છે. અમેરિકન અધિકારીઓનો આરોપ છે કે ગુપ્તાએ ન્યૂયોર્કમાં રહેતાં એક અમેરિકન નાગરિકની હત્યા કરવા માટે એક લાખ ડોલરમાં કિલરને રાખ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login