સ્પોર્ટ્સ અને બોલિવૂડ ઘણી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. અનેક બોલિવૂડ સ્ટાર્સ કબડ્ડી, આઇપીએલ જેવી રમતોમાં પોતાની ટીમ ધરાવે છે ત્યારે હવે આ યાદીમાં બિગ બી અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાઇ ગયું છે. મુંબઇમાં આગામી બીજી માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયમ લીગ (ISPL)માં બિગ બી મુંબઇ ટીમના માલિક તરીકે જોડાયા છે.
આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી જાણકારી આપતાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે એક નવો દિવસ, એક નવી શરુઆત.. મારા માટે આ લીગમાં મુંબઈઇ સાથે ટીમ માલિક તરીકે જોડાવું એક સન્માનની બાબત છે. તેની મારફતે ઉભરતી પ્રતિભાઓને સુવર્ણ તક મળશે. તેમણે આગળ લખ્યું છે કે આ એક મોટો અવસર છે, એવા ખેલાડીઓ માટે કે જેમણે સડકો અને ગલીઓમાંથી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. આ લોકો હવે એક ટીમ સાથે જોડાઇને પોતાનાં ટેલેન્ટને લાખો લોકો સામે દેખાડી શકશે.
બીજી માર્ચથી શરૂ થતી આ લીગમાં કુલ ૧૯ મેચ રમાડવામાં આવશે અને તેમાં આ છ ટીમ ભાગ લેશે. અહેવાલો અનુસાર શ્રીનગરની ટીમનો માલિક અક્ષય કુમાર છે તેમ બેંગાલુરુની ટીમનો માલિક રિતિક રોશન છે. અમિતાભ બચ્ચને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ એક વીડિયો શેર કર્યો હતો જેમાં શેરી ક્રિકેટની ઝલક સાથેનો એક પ્રોમો છે. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગનું આયોજન મુંબઇના એક સ્ટેડિયમમાં કરવામાં આવશે. આ લીગમાં હૈદરાબાદ, મુંબઇ, બેંગાલુરુ, ચેન્નઇ, કોલકાતા અને શ્રીનગરની ટીમો ભાગ લેશે. નોંધનીય છે કે અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને પણ પ્રો કબડ્ડી લીગમાં પોતાની ટીમ ખરીદેલી છે. જયપુર પિંક પેન્થર્સના નામ સાથે અભિષેકની આ ટીમ અનેક સીઝનમાં ચેમ્પિયન પણ રહી ચૂકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login