ADVERTISEMENTs

?> Sponsored Ad

‘અનલોક બિઝનેસ વીથ હેપ્પીનેસ’ વિશે અવેરનેસ સેશન યોજાયું.

જીવનમાં પર્પઝ શોધવામાં વ્યસ્ત થવાને બદલે તમે જેમાં સારા છો તેમાં વેલ્યુ એડેડ કરીને આગળ વધો, એના માટે માઇન્ડને સેટ કરવું પડશે તો જ બિઝનેસ અને જીવનમાં ખુશ રહી શકાશે : શ્રી જસ્ટ વીન સિંઘ

'અનલોક બિઝનેસ વીથ હેપ્પીનેસ’ સેશન / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત ખાતે ‘અનલોક બિઝનેસ વીથ હેપ્પીનેસ’ વિષય પર અવેરનેસ સેશન યોજાયું હતું. આ સેશનમાં ઇન્સ્ટીટયુટ ઓફ હેપ્પીનેસના ફાઉન્ડર શ્રી જસ્ટ વીન સિંઘે સુરતના ઉદ્યોગ સાહસિકો તેમજ યુવાઓને બિઝનેસમાં તેમજ જીવનમાં કોઈ પણ ક્ષણે આનંદિત રહેવા માટે મહત્વની ત્રણ બાબતો વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આખો દિવસ તણાવ વગર રહીશું તો જ બિઝનેસ અને જીવનમાં તેનો લાભ થશે. જેથી કરીને દિવસની શરૂઆત હમેશા પોઝીટીવ રહીને કરવી જોઇએ. સકારાત્મકતા સાથે કામ કરીશું તો જ બિઝનેસ અને જીવનમાં યોગ્ય દિશાએ આગળ વધી શકીશું, આથી તેમણે સેશનમાં ઉપસ્થિત સર્વેને જીવનમાં હમેશા પોઝીટીવ રહેવા સૂચન કર્યું હતું.

શ્રી જસ્ટ વીન સિંઘે જણાવ્યું હતું કે, કવોલિટી ઓફ થોટ્‌સ તમારી લાઇફ નકકી કરે છે, આથી પોતાના અંદરની દુનિયાને કન્ટ્રોલ કરી લો બહારની દુનિયા આપોઆપ કન્ટ્રોલ થઇ જશે. માનવી અને પશુઓ વચ્ચે માત્ર કોન્શીયસનેસનો ફરક છે. માઇન્ડને સેટ કરવું પડશે તો જ બિઝનેસ અને જીવનમાં ખુશ રહી શકાશે. માઇન્ડને સેટ કરવા માટે તેમને ત્રણ બાબતો પર ફોકસ કરવા જણાવ્યું હતું. જેમાં ડાયરેકશન, પ્રોડકટીવિલી બીઝી અને કલીયારિટીનો સમાવેશ થાય છે. 

તેમણે જણાવ્યું હતું કે, સૃષ્ટિ બદલવા માટે દૃષ્ટિ બદલવી પડશે. દુનિયામાં મોટા ભાગના લોકો અત્યારે નેગેટીવ બાબતોને પોષી રહયા છે, આથી તેઓને પોઝીટીવ બાબતો પર ફોકસ કરવો પડશે. બિઝનેસમાં અને જીવનમાં શું જોઇએ છે તેના પર ફોકસ કરવો પડશે, જો ફોકસ નહીં હશે તો જોઇતું સામે હશે છતાં એ ઓળખી શકાશે નહીં. તેમણે કહયું કે તમારુ મન તમારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી શકે છે પણ એના માટે મનને સકારાત્મક રીતે જુદી જુદી દિશામાં વ્યસ્ત રાખવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, દર મહિને નવું શીખો, નવી બાબતોને ટ્રાય કરો. જીવન તમારા હિસાબથી નહીં પણ તમારા પોટેન્શીયલથી ચાલશે. બિઝનેસ હોય કે જીવન, એના માટે પ્રોડકટીવિટી વધારવી પડશે.

વધુમાં, શ્રી સિંઘે જણાવ્યું હતું કે, બિઝનેસ કે જીવનમાં આવતી દરેક મુશ્કેલી તમને નેકસ્ટ લેવલ પર પહોંચાડે છે, જો તમે એને ફેસ કરવા માટે તૈયાર છો તો જીવન તમને આનંદ આપશે. મગજને સતત વેરાયટીઓ આપવાનું ચાલુ રાખો. ફિઝિકલી તમને અટકાવી શકાશે પણ મેન્ટલી તમને કયારેય કોઇ રોકી શકશે નહીં. જીવનમાં પર્પઝ શોધવામાં વ્યસ્ત થવાને બદલે તમે જેમાં સારા છો તેમાં વેલ્યુ એડેડ કરીને આગળ વધો. તેમણે ઉદ્યોગ સાહસિકોને ટુ ડુ લીસ્ટ બનાવવા અને મગજના ઇન બોકસને કયારેય પૂર્ણ નહીં થવા દેવા સૂચન કર્યું હતું.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને સુરતના ઉદ્યોગ સાહસિકો અને યુવાઓ સેશનમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ગૃપ ચેરમેન શ્રી સંજય પંજાબીએ કાર્યક્રમની રૂપરેખા આપી વકતાનો પરિચય આપ્યો હતો. ગૃપ ચેરમેન શ્રી શૈલેષ દેસાઇએ સેશનનું સંચાલન કર્યું હતું. વકતાએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related