ADVERTISEMENTs

ભારતીય મૂળની માતા બની ક્રૂર, 10 વર્ષના દીકરાને ભૂખ્યો રાખીને મારી નાખ્યો

'માં તે માં બીજા બધા વગડા ના વા' આ કહેવત ખોટી પડી છે. અમેરિકામાં ભારતીય મૂળની મહિલા પર એક સનસનાટીભર્યો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલા પર તેના જ 10 વર્ષના પુત્રની યોજનાબદ્ધ રીતે હત્યા કરવાનો આરોપ છે.

Priyanka Tiwari / Google

'માં તે માં બીજા બધા વગડા ના વા' આ કહેવત ખોટી પડી

'માં તે માં બીજા બધા વગડા ના વા' આ કહેવત ખોટી પડી છે. અમેરિકામાં ભારતીય મૂળની મહિલા પર એક સનસનાટીભર્યો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલા પર તેના જ 10 વર્ષના પુત્રની યોજનાબદ્ધ રીતે હત્યા કરવાનો આરોપ છે. આ માટે મહિલાએ અપનાવેલી પદ્ધતિ જાણીને પોલીસ સહિત દરેક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે નિષ્ઠુર માતા પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
 
મળતી માહિતી મુજબ, નોર્થ કેરોલિનામાં રહેતી 33 વર્ષીય ભારતીય મૂળની માતાની તેમના 10 વર્ષના પુત્રના મોતના ગંભીર આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાનું નામ પ્રિયંકા તિવારી છે. પ્રિયંકા પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને બેદરકારી સાથે બાળ શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે જેના પરિણામે બાળકને ગંભીર શારીરિક ઈજા થઈ છે. મહિલાના આ કૃત્યને કારણે તેમના પુત્રનું મોત નિપજ્યું છે.

આ દુ:ખદ ઘટનાની જાણ ત્યારે થઇ જ્યારે મોરિસવિલે પોલીસ વિભાગના અધિકારીઓને ક્રેગમીડ ડ્રાઇવ પરના તિવારીના ઘરેથી ફોન આવ્યો. તિવારીએ પોતે 911 પર પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી હતી.

પોલીસે જણાવ્યું કે તેમને ક્રેગમીડ ડ્રાઇવથી તિવારીનો ફોન આવ્યો હતો જેમણે કહ્યું હતું કે તેમનું બાળક બેભાન થઈ ગયું છે. પરંતુ જ્યારે પોલીસ તિવારીના ઘરે પહોંચી તો તેમને ખબર પડી કે બાળકનું મોત થઈ ગયું છે. પોલીસને જાણવા મળ્યું કે બાળકનો મૃતદેહ મોટા પ્રમાણમાં સડી ગયો હતો. જેના કારણે પોલીસને શંકા ગઈ હતી.

પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઘરમાં ખોરાકની ચિંતાજનક અછત હતી. તેનો અર્થ એ કે ઘરમાં ખાવાની કોઈ વસ્તુ જ ન હતી. અધિકારીઓનો આરોપ છે કે તિવારીએ જાણીજોઈને અને દુર્ભાવનાથી તેમના પુત્રને ભૂખે મરવા માટે મજબૂર કર્યો હતો. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોમાં તિવારી સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું હતું. આ કારણે પરિવારનું આરોગ્ય તપાસ થઈ શકી નથી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related