21મી સદીનો સમય નવી ટેક્નોલોજીનો સમય છે ત્યારે અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વગર રહી શકતી નથી તેમાં પણ ખાસ કરીને મોબાઈલ અને ઇન્ટરનેટ. મોબાઈલ ફોન અને ગેજેટ્સ આધુનિક જીવનમાં અનિવાર્ય બની ગયા છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ અનેક સમસ્યાઓનું કારણ બની રહ્યો છે. તે જોતા અમેરિકામાં જૈન સમાજે દેશવ્યાપી ડિજિટલ ડિટોક્સ આંદોલન ચલાવવાની જાહેરાત કરી છે.
આ પ્રકારની આંદોલનનો મુખ્ય હેતુ લોકોને તેમનાં ડિજિટલ ઉપકરણો સાથેના સમયને માર્યાદિત કરવાનો છે. જેથી લોકો ડિજિટલ લાઈફમાંથી બહાર આવી અને કોઇ બીજી પ્રવૃતિઓમાં સમય પસાર કરતા થાય. આ આંદોલન વાર્ષિક ડિજિટલ ડિટોક્સ ડે સાથે સમાપ્ત થશે. ભારતીય અમેરિકન સમુદાયના નેતા અને એશિયન અમેરિકન અફેર્સના પ્રેસિડેન્શિયલ કમિશનના સભ્ય અજય જૈન ભુટોરિયાએ લોકોને લોગ ઈન કરવા સાથે લોગ આઉટ કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે, "આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ ઉપયોગને સંપૂર્ણપણે ખતમ કરવાનો નથી, પરંતુ લોકોને પોતાના માટે સમય કાઢવા અને તેઓને ગમતી વસ્તુઓ કરવા માટે પ્રેરિત કરવાનો છે." ભુટોરિયાએ જણાવ્યું હતું કે, આ આંદોલન ડિજિટલ લાઈફને છોડીને બહારની પ્રકૃતિને માણવા માટે છે અને આપણા સામાન્ય જીવનને ફરીથી જીવંત કરવા માનવીય સ્પર્શ અને વાતચીતના સંબંધો દ્વારા આપણે સ્ક્રીનની બહાર પ્રકૃતિની સુંદરતાને માણી શકીએ તેના માટે છે.
ભુટોરિયાએ જણાવ્યું હતું કે, "આ ખ્યાલ 11મા જૈન ગુરુ આચાર્ય મહાશ્રમણ અને મુનિ જાગૃતની શિક્ષાઓમાં રહેલો છે. આ ચળવળ ડિજિટલ દૃશ્યને ફરીથી વ્યાખ્યાન્વિત કરશે અને લોકોને ડિજિટલ ઉપકરણોના ઉપયોગને લઇ એક નાની શપથ પણ લેવડાવશે. અજય જૈન ભુટોરિયા અને જૈન સમુદાયના નેતાઓએ યુ.એસ.માં અનેક ગવર્નરો, કોંગ્રેસના સભ્યો, મેયર અને ધારાસભ્યો સહિતની અગ્રણી વ્યક્તિઓ સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી છે. દરેક વ્યક્તિ સહમત છે કે ડિજિટલ ડિટોક્સ ડે હોવો જોઈએ. અણુવ્રત ડિજિટલ ડીટોક્સ આંદોલન તે ઉદ્દેશ્ય સાથે જ શરૂ કરાયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login