ADVERTISEMENTs

સાન ફ્રાન્સિસ્કોમાં OCI કાર્ડ ધારકો માટે વધુ એક સુવિધા ઉભી કરાઈ

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ભારતીયો માટે એક સારા સમાચાર આપ્યા હતા.

OCI Card / @facebook

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ભારતીયો માટે એક સારા સમાચાર આપ્યા હતા. જેમાં તેમને જણાવ્યું હતું કે હવે OCI કાર્ડ સાન ફ્રાન્સિસ્કોમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે જેના કારણે પહેલા  જેટલા પ્રતીક્ષાનો સમય નહિ આપવો પડે અને થોડા જ દિવસોમાં એ કાર્ડ લોકોને મળી જશે. આ કાર્ડ માટે પહેલા 6-8 અઠવાડિયાનો સમય લાગતો હતો જયારે હવે તે અંદાજે 2 અઠવાડિયામાં મળી જાય તેવી સેવા શરુ કરવામાં આવી છે.

શું છે ઓવરસિઝ સિટિઝનશીપ ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ ?

ભારતીય મૂળના પરંતુ વિદેશી નાગરિક હોય તે ભારતમાં અનિશ્ચિત સમય સુધી કામ કરવા અને રહેવા માટે લાયક છે. આ અધિકાર ઓવરસિઝ સિટિઝનશીપ ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ થકી પ્રાપ્ત થાય છે. પહેલા તમારી અરજી દૂતાવાસને મોકલવામાં આવતી હતી અને વાસ્તવિક કાર્ડ ભારતમાંથી મોકલવામાં આવતું હતું. આ પ્રોસેસમાં  6-8 અઠવાડિયા લાગી જતા હતા. એકવાર એમ્બેસીને તમારું OCI કાર્ડ પ્રાપ્ત થઈ જાય ત્યારબાદ તમારે તમારો અસલ પાસપોર્ટ VFS ગ્લોબલ સેન્ટર દ્વારા પ્રદાન કરવાની જરૂર રહેતી હતી.

ભારતીયોની સુવિધામાં વધારો કરતા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા કહ્યું કે, "અમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) કાર્ડ હવે સાન ફ્રાન્સિસ્કોમાં છાપવામાં આવી રહ્યા છે. આનો અર્થ છે પ્રતીક્ષાના સમયમાં નોંધપાત્ર ઘટાડો - બે અઠવાડિયા જેટલો મોટો. આ વિકાસ અમારા સમુદાય માટે કાર્યક્ષમતા અને સુવિધા વધારવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તમારી ધીરજ અને સમર્થન બદલ આભાર કારણ કે અમે તમને વધુ સારી રીતે સેવા આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારો સંતોષ એ અમારી પ્રાથમિકતા છે."

આ સુવિધામાં વધારો થતા ભારતીયોને હવે OCI કાર્ડ માટે વધારે લાંબા સમય સુધી રાહ નહિ જોવી પડે અને આ સમાચારથી ભારતીય સમુદાયને ઘણો ફાયદો થવાનો છે. ભારતીય સમુદાયની ધીરજ અને સમર્થનને કારણે જ તેમના માટે આ સેવા ઉભી કરી શકાય છે. જેના કારણે હવે લાંબા સમયની પ્રતીક્ષામાંથી તેમને મુક્તિ મળી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related