ADVERTISEMENTs

ભારતમાં ઇઝરાયલી દૂતાવાસ બહાર હુમલો, ઇઝરાયલે નાગરિકોને ભારતમાં સતર્ક રહેવા કહ્યું

ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં તેના નાગરિકો માટે એક પ્રવાસ એડવાઇઝરી ઇસ્યૂ કરી છે. નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસ નજીક ૨૬ ડિસેમ્બરની સાંજે થયેલા વિસ્ફોટ બાદ આ એડવાઇઝરી જાહેર કરાઇ છે.

Israeli Embassy India / Google

ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે નાગરિકો માટે એક પ્રવાસ એડવાઇઝરી ઇસ્યૂ

ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં તેના નાગરિકો માટે એક પ્રવાસ એડવાઇઝરી ઇસ્યૂ કરી છે.  નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસ નજીક ૨૬ ડિસેમ્બરની સાંજે થયેલા વિસ્ફોટ બાદ આ એડવાઇઝરી જાહેર કરાઇ છે. ઇઝરાયલનું માનવું છે કે આ 'સંભવિત આતંકવાદી હુમલો' હતો. નવી દિલ્હીના ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવમાં ૨૬ ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સાંજે ૫ વાગે અને ૪૮ મિનિટે ઇઝરાયલી દૂતાવાસની નજીક એક વિસ્ફોટ થયો, જો કે, તેમાં કોઈને ઈજા થઈ નથી.

ઇઝરાયેલ દૂતાવાસના પ્રવક્તા ગાય નીરનું કહેવું છે કે અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે લગભગ 5.48 કલાકે દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ હજુ પણ પરિસ્થિતિની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) દ્વારા કરવામાં આવેલી ભલામણો, જે 'ઘટનાઓનું પુનરાવર્તન' થવાની ચિંતા વચ્ચે આવે છે, ખાસ કરીને નવી દિલ્હીને લાગુ પડે છે.

ઇઝરાયેલના પ્રવક્તાએ કહ્યું કે ઇઝરાયેલના નાગરિકોને ભીડવાળા સ્થળો (મોલ અને બજારો સહિત) અને યહૂદીઓ અને ઇઝરાયેલના સ્થળો તરીકે ઓળખાતા સ્થળોએ જવાનું ટાળવા ચેતવણી આપવામાં આવી છે. તેમજ રેસ્ટોરાં, હોટલ, પબ અને સાર્વજનિક સ્થળોએ એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમને જાહેર સ્થળોએ (રેસ્ટોરાં, હોટલ, પબ સહિત) હાઈ એલર્ટ પર રહેવાની પણ વિનંતી કરવામાં આવી છે. ભલામણોમાં ઇઝરાયલી પ્રતીકોને ખુલ્લેઆમ પ્રદર્શિત કરવાનું ટાળવા, અસુરક્ષિત ઇવેન્ટ્સમાં હાજરી આપવાનું ટાળવા અને સોશિયલ મીડિયા પર જાહેર પ્રવાસનું આયોજન કરવાનું ટાળવાનું પણ કહેવાયું છે, તેમજ વાસ્તવિક સમયમાં ફોટોગ્રાફ્સ અને પ્રવાસોની વિગતો જાહેર કરવાનું પણ ટાળવા કહેવાયું છે.

ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે એક પ્રેસ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે વિસ્ફોટમાં કોઇ ઇજા થઇ નથી. મંત્રાલયે કહ્યું કે સ્થાનિક અધિકારીઓ દ્વારા ઈઝરાયેલના સુરક્ષા દળોના સંપૂર્ણ સહયોગથી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. દૂતાવાસની નજીક સ્થિત સેન્ટ્રલ હિન્દી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર ગ્રીન બેલ્ટ વિસ્તારમાં વિસ્ફોટ થતાં જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાં લગભગ ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમે પણ ઘટના સ્થળની તપાસ કરી હતી

નવી દિલ્હીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમે પણ ઘટના સ્થળની તપાસ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ દૂતાવાસ અને અન્ય ઈઝરાયલી સંસ્થાઓની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં એનએસસીએ ઇઝરાયેલીઓને ચેતવણી આપી હતી કે તેઓ તેમની તમામ વિદેશ યાત્રાઓ પર પુનર્વિચાર કરે. આ સાથે, કોઈને પણ પોતાની યહૂદી અને ઈઝરાયેલી ઓળખના બાહ્ય પ્રદર્શનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.

2021 માં, ઇઝરાયેલી દૂતાવાસની બહાર વિસ્ફોટ થયો હતો

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ નવી દિલ્હીમાં ઈઝરાયેલની એમ્બેસી અને તેના કર્મચારીઓ પર હુમલા થઈ ચૂક્યા છે. 2021 માં, ઇઝરાયેલી દૂતાવાસની બહાર વિસ્ફોટ થયો હતો જેણે કારને નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ કોઈ ઇજાઓ નોંધાઈ ન હતી. ફેબ્રુઆરી 2012 માં, દૂતાવાસમાં ઇઝરાયેલી સુરક્ષા કર્મચારીની પત્ની તેની કાર પરના હુમલામાં ઘાયલ થઈ હતી. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related