ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત મતદાન યોજાયું હતું. સમગ્ર રાજ્યમાં 25 બેઠકો પર યોજાયેલ મતદાનમાં ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારી સુચારુ રૂપે કરાઈ હતી. કોઈપણ મતદાતાને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખીને આયોજન કરાયું હતું. તો કેટલાક મતવિસ્તારોમાં મતદારોને આકર્ષવા ખસે મોડેલ મતદાન મથકો પણ બનાવાયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ નવ વિધાનસભાના મતવિસ્તારોમાં એક એક મોડેલ મતદાન મથક ઉભા કરાયા.
બારડોલી લોકસભા મત વિસ્તાર સમાવિષ્ટ મહુવા ૧૭૦ વિધાનસભાના મત વિસ્તારના મહુવા તાલુકાના વલવાડા ખાતે મોડેલ મતદાન મથક ૨૨૦ વલવાડા ૧ પ્રા. શાળા વલવાડા ખાતે ઉભું કરવામાં આવ્યું છે.આદિવાસી વિસ્તારમાં આ મોડેલ મતદાન મથકમાં આદીવાસીઓના ભૂતકાળની ઝાંખી, સંસ્કૃતિને પ્રદર્શિત કરી રજૂ કરવામાં આવી છે. અનાજ દળવાની ઘંટી,પાણી ભરવાના કુંજા, વિવિધ ધાન્ય અનાજ, બળદગાડું, વારલી પેઇન્ટિંગ, ઢોલ, ઝુંપડી, ખેતીના ઓજારો તેમજ વિવિધ પ્રકારના મનમોહક પ્રદર્શનો આ મોડેલ મતદાન મથકે ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથકથકી મતદારોને મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોડેલ મતદાન મથક / Ritu DarbarADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login