ADVERTISEMENTs

ભાજપનું પહેલું કમળ ગુજરાતમાં ખીલ્યું, સુરત બેઠકના ઉમેદવાર બિનહરીફ વિજેતા.

લોકસભાના ઇલેક્શનમાં સુરતમાં ભાજપે સર્જયો ઇતિહાસ, ભાજપના ઉમેદવાર મુકેશભાઈ દલાલ બિન હરીફ વિજયી. ગુજરાતમાં હવે 26 માંથી 25 બેઠકો ઉપર યોજાશે મતદાન.

સુરત લોકસભા બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા મુકેશ દલાલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, સુરત પ્રમુખ નિરંજન ઝાંઝમેરા. / Sushil Kumbhare

ગુજરાત ના  સુરતમાં છેલ્લા બે દિવસથી ચૂંટણી ની ઉમેદવારી ને લઈને ચાલી રહેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા બાદ આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના સુરત ખાતેથી પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. આજે બાકી રહેલા અપક્ષ નાં9 ઉમેદવારો માંથી 9  ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના મુકેશભાઈ દલાલ બિનહરીફ રીતે જીતી ગયા હતા. અને સુરત એ લોકસભા ચૂંટણીમાં સુરત બિન હરીફ જીત નોંધાવનાર પ્રથમ શહેર બન્યું હતું.

લોકસભા ની ચૂંટણીઓ ને  લઈને સુરતના લોકસભા બેઠક ઉપર મતદાન પહેલા જ છેલ્લા બે દિવસમાં ખૂબ જ મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાઈ ગયો હતો.  સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને ભાજપે વાંધા અરજી દાખલ કરી હતી. જેને લઈને પણ ઘણું ઉહાપોહ થયો હતો પરંતુ ત્યારબાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું.જેથી  સુરતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. જો કે આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે  અપક્ષ અને અન્ય પાર્ટીના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. માત્ર  એક  જ બસપા ઉમેદવાર પ્યારેલાલ ભારતી નું ફોર્મ બાકી હતું પરંતુ તેમણે પણ બપોર સુધીમાં ફોર્મ પરત ખેંચી લીધું હતું. જેના કારણે સુરત બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઇ હતી .હવે  ગુજરાત માં  26 બેઠકમાંથી માત્ર  25 બેઠક પર જ ચૂંટણી યોજાશે. 

આજ સવારથી જ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાનું શરૂ કર્યું હતું અને અંતે બસપાના બાકી રહેલા ઉમેદવાર પ્યારે લાલ ભારતી એ
પણ પોતાનું ફોર્મ પરત ખેંચતા સુરતના કલેક્ટર સૌરભ પારગી એ ભાજપ નાં  મુકેશભાઈ દલાલ ને બિનહરીફ જાહેર કર્યા હતા અને તેમને સર્ટિફિકેટ પણ આપ્યું હતું .ત્યારબાદ મુકેશભાઈ દલાલ સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પટેલની ઓફિસે પહોંચ્યા હતા અને સી આર પાટીલ સહિત મુકેશભાઈએ પત્રકાર પરિષદ યોજી હતી .જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રસના ઉમેદવારનું અને તેના ડમી ઉમેદવાનું ફોર્મ રદ થયું હતું. ત્યારપછી ભાજપના ઉમેદવાર અને અન્ય આઠ ઉમેદવાર હરિફાઈમાં હતા. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે આ આઠે આઠ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લેતા સુરત કલેક્ટર દ્વારા મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસે જે ડ્રામા કર્યો .પહેલા આક્ષેપ કર્યો કે ઉમેદવારના ટેકેદારોનું અપહરણ થયું છે.પરંતુ ઉમેદવારે પોતે આ વાતનું ખંડન કર્યું, ગેરસમજો ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આજે પરિણામ સામે આવ્યું છે. સુરતની સીટ ભારતનો 400 પારનો લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે. આ જીત નરેન્દ્રભાઈ મોદી સાહેબને  અમે અપર્ણ કરીએ છીએ.  આ સાથે જ  અમે અન્ય 25 સીટો છે એ પણ  જીતીને 26એ 26 કમળ મોદીજી ને અર્પણ કરીશું.

પોતાની બિન હેરિફિકેટ જીત થતા જ મુકેશ દલાલ સહિત તેમના સમર્થકો અને પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભારતમાંથી સુરત માં બિનહતીફ જીત મેળવી પ્રથમ સાંસદ બનેલા મુકેશ દલાલે જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીઆર પાટીલનો આભાર માનુ છું. ભારત દેશમાં પહેલું કમળ સુરતમાં  ખીલ્યું છે.અને એ હું મોદીજી ના ચરણોમાં અર્પણ કરું છું. લોકશાહી ઢબે મારો વિજય થયો છે. કહેવાવાળા કહ્યા કરે પણ હું ખરેખર મારા મતદારો અને કાર્યકરોનો આભારી છું. પોતાની ધારણા મુજબનું કામ થતું હોય ત્યાં લોકોને સારું લાગતું હોય છે. જ્યારે ધારણાની વિરૂદ્ધ કામ થતું હોય ત્યાં લોકતંત્રની હત્યા દેખાય છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related