ADVERTISEMENTs

'બ્લડ ડોનર...થેન્ક યુ' થીમ પર સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્કે 'વિશ્વ રક્તદાતા દિવસ'ની ઉજવણી કરી

૮૬ રક્તદાતાઓએ રક્તદાન કરીને ૩૮,૭૦૦ મિલીમીટર રક્ત એકત્ર કર્યું.

રક્તદાતાઓ સાથે સ્મીમેર હોસ્પિટલની ટિમ / માહિતી વિભાગ, ગુજરાત

સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા 'બ્લડ ડોનર...થેન્ક યુ' થીમ પર ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૮૬ રક્તદાતાઓએ પોતાનું ૪૫૦ એમએલ રક્તનું દાન કરીને ૩૮.૭૦૦ મિલીમીટર રક્ત એકત્ર કરાયુ હતુ. 
              લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે બ્લડ ગ્રુપના શોધક કાર્લ લેન્ડ સ્ટેઈનરના જન્મ દિવસ ૧૪ જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં દર વર્ષે વિવિધ થીમ આધારે ઉજવણી થાય છે. ત્યારે આ વર્ષે '20 Year of Celebrating Giving Thank You, Blood Donor's Your Gift Of Life is Priceless'ના થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. 
                      ૨૪X૭ કલાક કાર્યરત રહેતી સ્મીમેરની બ્લડ બેન્કમાં પેથોલોજી વિભાગના વડા અરૂણિમા બેનર્જી અને ડો.જોષીએ પણ રક્તદાન કરી શહેરીજનોને સ્વૈચ્છિક રક્તદાન કરવા અનુરોધ કર્યો હતો. 
             આ પ્રસંગે મનપાના હોસ્પિટલ કમિટી ચેરમેન મનિષાબેન આહિર, સ્મીમે બ્લડ બેન્કના IHBT વિભાગના વડા ડો.અંકિતાબેન શાહ, વિવિધ વિભાગના વડાઓ, મેડિકલના વિદ્યાર્થીઓ, IHBT સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. 

વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે રક્તની ઉણપથી પીડાતા લોકોને મદદ કરવાનો રક્તદાનનો હેતુ

             દાન કરાયેલ લોહીનો ઉપયોગ સામાન્ય રીતે વિવિધ તબીબી સારવાર જેમ કે એનિમિયા, સ્ટ્રોક અને કેન્સરની સારવાર માટે થાય છે. રક્તદાનની પ્રક્રિયામાં વ્યક્તિ સામાન્ય રીતે પોતાનું રક્ત બ્લડ બેંક અથવા એવી સંસ્થાને આપે છે જે જરૂરિયાતમંદો માટે રક્ત એકત્ર કરે છે. રક્તદાન વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે રક્તની ઉણપથી પીડાતા લોકોને મદદ કરવાના એકમાત્ર હેતુથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં રક્તદાન વિશે જાગૃતિ વધારવા અને વધુને વધુ લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related