ADVERTISEMENTs

?> Sponsored Ad

લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ ખુલ્લો મુકાયો.

ત્રિદિવસીય એક્ઝિબિશનમાં ૧૧૮ સ્ટોલમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી અને સરીન મશીન પ્રદર્શિત કરાયા.

‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ / માહિતી વિભાગ, ગુજરાત

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તા.૧૨ થી ૧૪મી જુલાઈ સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર-ખજોદમાં આયોજિત પાંચમા લુઝ ડાયમંડના B2B એકઝીબિશન 'કેરેટ્સ-સુરત ડાયમંડ એક્ષ્પો'ને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. આ પાંચમા કેરેટ્સ ડાયમંડ એક્ઝિબીશનમાં સુરત સહિત રાજ્યના હીરા વ્યાપારીઓ- જેમ અને જ્વેલરી ઉત્પાદકોના નેચરલ તેમજ લેબગ્રોન લુઝ ડાયમંડ્સમાં રાઉન્ડ, ફ્રેન્સી કટ, ફેન્સી કલર, પોલ્ડી કટ સહિતના તમામ પ્રકારના કટિંગ અને સાઇઝના હીરા તેમજ આધુનિક જ્વેલરીનું ૧૧૮ જેટલા સ્ટોલમાં પ્રદર્શન સહ વેચાણ કરાઈ રહ્યું છે.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરતમાં વિશ્વના ૧૦ માંથી ૯ હીરાનું કટિંગ-પોલિશીંગ થાય છે. ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં અગ્રેસર સુરતને ડાયમંડ જ્વેલરી મેકિંગમાં પણ હબ બનાવવાની દિશામાં હીરા ઉદ્યોગ આગળ વધી રહ્યો છે આ ઉદ્યોગથી રાજ્યનું અર્થતંત્ર પણ ધબકતું રહ્યું છે. ડાયમંડ એક્સ્પોએ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તાઓ ખોલ્યા છે. તેમજ ઉત્પાદકો અને વેપારીઓને મોટા ખરીદદારો સાથે સીધા સંપર્કમાં લાવીને B2B વ્યવહારોને વેગ આપ્યો છે એમ જણાવી સુરત ડાયમંડ એસો.ને અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીશ્રીએ સુરત ડાયમંડ બુર્સને સૌથી ઉમદા જનભાગીદારીનો પ્રોજેક્ટ ગણાવતા કહ્યું કે, ડાયમંડ બુર્સ હીરા સહિત અન્ય ક્ષેત્રોના વિકાસમાં નિમિત્ત બનશે. 

સુરતમાં લૂઝ અને નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બને તેમજ સ્વદેશી પ્રોડક્ટસનું માર્કેટમાં પણ આત્મનિર્ભર બનીએ એવા હેતુથી સુરતમાં આ ડાયમંડ અને જ્વેલરી એક્ષ્પો યોજાયો હોવાનું સુરત ડાયમંડ એસો.ના પ્રમુખશ્રી જગદીશ ખૂંટે જણાવ્યું હતું. 

સાંસદશ્રી મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે, આગામી કેન્દ્રીય બજેટના કારણે હીરા ઉદ્યોગ અને જ્વેલરી ઉદ્યોગને વેગ મળશે. તેજી મંદીમાંથી કોઈ પણ ઉદ્યોગ શીખે અને વિકસે છે. તેમણે સ્ટડેડ અને લાઈટ વેઈટ જ્વેલરીની વિશ્વમાં માંગ વધી રહી છે, ત્યારે આ માંગને પૂરી કરવામાં સુરતની જેમ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ સક્ષમ છે એવો મત વ્યક્ત કર્યો હતો.

‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ / માહિતી વિભાગ, ગુજરાત.

નોંધનીય છે કે, કેરેટ્સ એક્ષ્પોએ હીરા ઉદ્યોગના વેપારીઓ માટે નવું માર્કેટ ઉભું કર્યું છે. એક્ષ્પોમાં કુલ ૧૧૮ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે, જેમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન અને સ્ટડેડ ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી મશીન, સરીન મશીન, ફોરપી મશીન તેમજ ડાયમંડ લેબના સ્ટોલ્સનો સમાવેશ થાય છે.

આ વેળાએ મંત્રીશ્રી અને મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઇને હીરા વ્યાપારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદભાઇ ધોળકિયા, મેયરશ્રી દક્ષેશ માવાણી, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ એસો.ના કન્વીનર ગૌરવ સેઠી સહિત હીરા ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related