કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ભારત સરકાર હવે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ધર્મના નામે અત્યાચારનો ભોગ બનેલા લોકોને ભારતની નાગરિકતા આપશે. અને તેના માટે ભારત સરકાર દ્વારા એક વેબ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. અને તેના માટે સરકારે આ વેબસાઇટ indianctizenshiponline.nic.in પોર્ટલ શરૂ કર્યુ છે. જો કે, આ કાયદા હેઠળ મુસ્લિમોનો સમાવેશ કરવામાં નથી આવ્યો.
સરકારની આ પહેલ ગૃહ મંત્રાલય દ્વારા સિટીજનશિપ અમેંડમેન્ટ એક્ટ 2019 (નાગરિકતા સંશોધન અધિનિયમ) (CAA 2019) ના નિયમોની સૂચના પછી જાહેર કરવામાં આવ્યો છે. CAA નિયમ એવા નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે, કે જેઓએ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતીય નાગરિકતા મેળવવા માટે માંગણી કરી હતી. આ હવે નાગરિકતા સંશોધન અધિનિયમ 2024 તરીકે ઓળખવામાં આવશે.
11 માર્ચ, 2024, સોમવારના રોજ નરેન્દ્ર મોદી સરકારે સત્તાવાર રીતે નાગરિકતા સુધારા કાયદા (CAA)ના અમલીકરણ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી હતી. વિરોધ વચ્ચે તેને લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નિયમ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ સહિત બિન-મુસ્લિમ લઘુમતિ સમુદાયોને ભારતીય નાગરિકતા મળશે. જેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અત્યાચાર સહન કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલા ઉપરોક્ત લઘુમતી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે.
CAA પોર્ટલ પર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિકતા માટે ઑનલાઇન અરજી કરવાની રહેશે. તેના માટે તેઓએ indiantizenshiponline.nic.in પોર્ટલ પર નોંધણી કરાવવી જરુરી છે. આ સાથે ફોર્મમાં માંગવામાં આવેલ માહિતી આપવાની રહેશે. નોંધણી બાદ માહિતીના આધાર પર સરકાર દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. જેમા તમામ દસ્તાવેજો પ્રમાણભૂત હશે તો તેને ભારત સરકાર દ્વારા નાગરિકતા આપવામાં આવશે. પ્રવાસીઓ કોઈપણ જાતના દસ્તાવેજ વગર ભારત કેવી રીતે પહોંચ્યા તેની પણ સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login