ADVERTISEMENTs

?> Sponsored Ad

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા Eco-Friendly Industries : Transforming Surat's Industrial Landscape વિશે સેમિનાર યોજાયો.

સુરતમાં ટેક્ષ્ટાઇલ સેકટર સહિતની ઇન્ડસ્ટ્રીઓએ ઇકો ફ્રેન્ડલી થવાની જરૂર છે, સુરતની ઇન્ડસ્ટ્રી ઇકોનોમિકલ ઇન્ટેલીજન્સ છે અને તેને હવે ઇકોલોજીકલ ઇન્ટેલીજન્સ થવાની જરૂર છે : ડો. સાસ્વત બંદ્યોપાધ્યાય

SGCCI ખાતે યોજાયેલ સેમિનાર / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા,સુરત ખાતે Eco-Friendly Industries : Transforming Surat's Industrial Landscape વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વકતા તરીકે અમદાવાદની CEPT યુનિવર્સિટીના પ્રોફેસર ડો. સાસ્વત બંદ્યોપાધ્યાયે સુરતના ઉદ્યોગ સાહસિકોને ઇન્ડસ્ટ્રીને ઇકો ફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રાન્સફોર્મ કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.

ઔદ્યોગિક ક્ષેત્રે ગ્રીન ટેકનોલોજીનો અર્થ પર્યાવરણને સાનુકૂળ થાય તેવી ઉત્પાદન પ્રક્રિયા. જેમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં કોલસાનો વપરાશ ઘટાડવાનો, પાણીના વ્યયમાં ઘટાડો તથા સોલિડ વેસ્ટમાં ઘટાડો કરવાનો આ તમામ પ્રવૃત્તિઓ કરવા માટે ગ્રીન ટેકનોલોજીસનો ઉપયોગ થાય છે. હવાનું પ્રદુષણ ભારતમાં સૌથી વધુ વાહન–વ્યવહારના કારણે થાય છે. જેમાં ઘટાડો કરવા માટે ભારત સરકાર વૈકલ્પિક ફયૂલ માટેની પોલિસીઓ લાવી છે, જેમાં ઈલેકટ્રીક વ્હીકલને હાલમાં પ્રાથમિકતા અપાઈ રહી છે, આથી ભારત વર્ષ ર૦૭૦ સુધીમાં નેટ ઝીરો એમિશન્સનો લક્ષ્યાંક હાંસલ કરશે તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે.

યુનાઈટેડ નેશન્સ દ્વારા સુરતને સસ્ટેનેબલ ટેક્ષ્ટાઈલ હબ બનાવવા માટેના પહેલા પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જે સુરતીઓ માટે ગર્વની વાત છે. રૂફટોપ સોલારમાં સુરત આજે ભારતભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે તથા કન્સ્ટ્રકશન ક્ષેત્રે પણ પ્રદૂષણ ઘટાડવા માટે ઈંટની જગ્યાએ ફલાયએસ બ્રિકસ વાપરવામાં આવે છે. તેમણે કહયું હતું કે, સુરત આજે દેશમાં પહેલું શહેર છે, જેની મ્યુનિસિપલ કોર્પોરેશને ઈ–પોલિસી બનાવી છે. વર્ષ ર૦રર–ર૩થી સિકયુરિટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ભારતની ટોપ હજાર લિસ્ટેડ કંપનીઓએ ફરજિયાતપણે તેઓની બિઝનેસ રિસ્પોન્સબિલિટી અને સસ્ટેનેબિલિટી રિપોર્ટીંગના નેજા હેઠળ ઇએસજીને લાગતી વળગતી કાર્યવાહીને ફરજિયાતપણે ડિસક્લોઝર કરવી પડશે.

SGCCI ખાતે યોજાયેલ સેમિનાર / SGCCI

પ્રોફેસર ડો. સાસ્વત બંદ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે, વિકલ્પ તરીકે ઇલેકટ્રીક વ્હીકલ અને હાયડ્રોજન, સોલાર પેનલનો ઉપયોગ વધારવો પડશે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટની સાથે વસતિ વધારો થઇ રહયો છે. દર ચાર વર્ષે એક નવું સુરત શહેર બની રહયું છે. ભારત, અર્બન હીટ આયલેન્ડ બની ગયું છે. ભારતમાં સૌથી વધુ તાપમાન રહે છે. દિલ્હીમાં પર ડીગ્રી સેલ્સીયસ સુધી તાપમાન પહોંચી ગયું હતું. તાપમાનમાં આટલો બધો વધારો કેમ થઇ રહયો છે? તે અંગે રિચર્સ કરવાની જરૂર છે. તાપમાનમાં વધારાની પણ વ્યવસ્થિત રીતે તપાસ થાય તે પણ જરૂરી છે. MSME અને સ્મોલ મિડકેપના મજૂરો, ડિલીવરી બોય અને ગર્ભવતિ મહિલાઓ પર તાપમાનની અસર સૌથી વધારે થાય છે. ૩૦ ડીગ્રી સેલ્સીયસ કરતા વધુ તાપમાન હોય તો વ્યકિત સારી રીતે ઊંઘ લઇ શકતી નથી.

તેમણે કહયું હતું કે, જે રીતે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝમાં વધારો થઇ રહયો છે તેને જોતા વર્ષ ર૦૪૦ સુધીમાં ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રહેશે. જો અત્યારથી જ યોગ્ય પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં વધારે ખતરો ઉભો થઇ શકે છે. તેમણે સુરતમાં ટેક્ષ્ટાઇલ સેકટરને ઇકો ફ્રેન્ડલી થવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. સમગ્ર ભારતમાં One City One Forest બનાવવાની જરૂર છે. નેટ ઝીરો સેલ, કાર્બન ક્રેડીટ, ગ્રાઉન્ડ વોટર હાર્વેસ્ટીંગ ઉપર ધ્યાન આપવું પડશે. ગ્રીન ક્રેડીટ થકી ઇન્ડસ્ટ્રીઓએ પ્લાન્ટેશનમાં વધારો કરવો જોઇએ.

પ્રોફેસર ડો. બંદ્યોપાધ્યાયે કુલ રૂફટીંગ, પ્રોજેકટ અને મિડરૂફ પ્રોજેકટને MSMEમાં કેવી રીતે ઉપયોગમાં લઇ શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહયું હતું કે, સુરતની ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઇકોનોમિકલ ઇન્ટેલીજન્સ છીએ ત્યારે ઇકોલોજીકલ ઇન્ટેલીજન્સ થવાની જરૂર છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related