ADVERTISEMENTs

ચીન પણ વડાપ્રધાન મોદીનું ફેન બન્યું, ભારતને ગણાવી દીધી તાકાત

અત્યાર સુધી વિશ્વના ઘણા દેશો ભારતની પ્રગતિમાં માનતા હતા. આ દેશોની લાંબી યાદીમાં હવે ચીન પણ સામેલ થઈ ગયું છે.

PM Narendra Modi / Google

ચીન પણ વડાપ્રધાન મોદીનું ફેન

અત્યાર સુધી વિશ્વના ઘણા દેશો ભારતની પ્રગતિમાં માનતા હતા. આ દેશોની લાંબી યાદીમાં હવે ચીન પણ સામેલ થઈ ગયું છે. હાલમાં જ પ્રકાશિત થયેલા એક લેખમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર અને ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા છે. થોડા દિવસો પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પીએમ મોદીના વખાણ કર્યા હતા. ગ્લોબલ ટાઈમ્સે ભારતને 'ભારતની વાર્તા' વિકસાવવામાં 'વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ' અને 'એક્ટિવ' ગણાવ્યું છે.

ચીનના પેપરે 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ બે પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રોમાં તણાવ વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આર્થિક, સામાજિક શાસન અને વિદેશ નીતિમાં ભારતની પ્રગતિની પ્રશંસા કરી છે. શાંઘાઈની ફુડાન યુનિવર્સિટીના સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર ઝાંગ જિયાડોંગ દ્વારા લખાયેલો આ લેખ છેલ્લા ચાર વર્ષમાં ભારતની સિદ્ધિઓને દર્શાવે છે.

ભારતમાં ખરેખર એક મહાન શક્તિ છે

તેમણે લખ્યું છે કે 'ભારતમાં ખરેખર એક મહાન શક્તિ છે અને તેમની આંતરિક અને બાહ્ય વ્યૂહરચનાઓમાં ઝડપી ફેરફારો તેમના અને આંતરરાષ્ટ્રીય સમુદાય બંને માટે પડકારરૂપ છે. આ પરથી લાગે છે કે બદલાયેલ, મજબૂત અને વધુ અડગ ભારત એક નવું ભૌગોલિક રાજકીય પરિબળ બની ગયું છે જેને ઘણા દેશોએ ધ્યાનમાં લેવાની જરૂર છે.'

ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, શહેરી શાસનમાં સુધારા અને ચીન સહિત આંતરરાષ્ટ્રીય સંબંધો પ્રત્યેના વલણમાં ફેરફારને સ્વીકારતા લેખમાં લખવામાં આવ્યું છે કે ભારતીય પ્રતિનિધિઓએ અગાઉ વેપાર અસંતુલન ઘટાડવા બેઇજિંગના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ, જિયાડોંગના મતે હવે ભારત તેની નિકાસ ક્ષમતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા આ લેખમાં પશ્ચિમી વિશ્વની સાથે-સાથે તેની લોકતાંત્રિક સર્વસંમતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે લોકશાહી રાજકારણની 'ભારતીય વિશિષ્ટતા'ને હાઈલાઈટ કરવા માટે ભારતનું પરિવર્તન ટાંકવામાં આવ્યું છે. મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરતી વખતે લેખમાં ભારતના બદલાતા દૃષ્ટિકોણ અને યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, રશિયા જેવી મોટી વૈશ્વિક શક્તિઓ સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લેખમાં કહેવામાં આવ્યું છે કે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી તેમણે અમેરિકા, જાપાન, રશિયા અને અન્ય દેશો અને પ્રાદેશિક સંગઠનો સાથે ભારતના સંબંધોને આગળ વધારવાની વ્યૂહરચના પર ભાર મૂક્યો છે. હવે વિદેશ નીતિમાં ભારતની વ્યૂહાત્મક વિચારસરણીમાં વધુ એક પરિવર્તન આવ્યું છે અને તે સ્પષ્ટપણે એક મહાન શક્તિ હોવાનું દર્શાવે છે.

આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે, ચાર વર્ષ પહેલાંની જો સરખામણી કરવામાં આવે તો ભારતની સ્થાનિક અને વિદેશી સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કર્યા છે અને તેની મહાન શક્તિ અને વ્યૂહરચના સ્વપ્નમાંથી વાસ્તવિકતા તરફ આગળ વધી છે. એક તરફ, ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં મોટી સિદ્ધિઓ મેળવી છે. તેની અર્થવ્યવસ્થાએ વેગ પકડ્યો છે અને તે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓ પૈકી એક બનવાના માર્ગે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related