ADVERTISEMENTs

વિશ્વભરમાં ક્રિસમસની તૈયારીઓ, બેંગાલુરુમાં ભારતનું સૌથી મોટું ૧૦૦ ફૂટનું ક્રિસમસ ટ્રી

વિશ્વભરમાં ક્રિસમસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઇટાલી, અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં ક્રિસમસનું એકથી એક ચઢિયાતું ડેકોરેશન જોવા મળી રહ્યું છે. ઇટાલીના ગુબિયો ટાઉનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે.

Christmas Tree / @instagram

વિશ્વ માં ક્રિસમસની તડામાર તૈયારીઓ

વિશ્વભરમાં ક્રિસમસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઇટાલી, અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં ક્રિસમસનું એકથી એક ચઢિયાતું ડેકોરેશન જોવા મળી રહ્યું છે. ઇટાલીના ગુબિયો ટાઉનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે. હકીકતમાં આ કોઇ ઝાડ નથી પરંતુ ઇટાલીમાં આવેલા માઉન્ટ ઇંગિનોના ઢાળ પર લાઇટિંગ દ્વારા આ ક્રિસમસ ટ્રી બનાવાયું છે. જે ૭૫૦ મીટર ઉંચુ, ૪૫૦ મીટર પહોળું છે. ક્રિસમસ ટ્રીની રોશની માટે ૭.૫ કિલોમીટર લાંબા ઇલેક્ટ્રિકલ વાયર અને અનેક લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

અમેરિકાના કેલિફોર્નિયાના વુડસાઇડ ફિલોલી હિસ્ટોરિક ગાર્ડનને ક્રિસમસના તહેવાર માટે ખાસ સજાવવામાં આવ્યો છે. તો ન્યૂયોર્ક, મેનહટન સહિતના શહેરોમાં પણ ક્રિસમસનું ખાસ ડેકોરેશન કરાયું છે. કેનેડાના વેનકુંવરમાં પણ ઘરોની બહાર ક્રિસમસ લાઇટિંગ અને ડેકોરેશન કરાયું છે.

બેંગાલુરુમાં ભારતનું સૌથી મોટું ૧૦૦ ફૂટનું ક્રિસમસ ટ્રી

ભારતમાં પણ ક્રિસમસની ઉજવણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. બેંગલુરુમાં પણ આ તહેવારને લઈને ઘણો ઉત્સાહ છે, તેનું એક ખાસ કારણ એ છે કે અહીં દેશનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી (ભારતનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી) બનાવવામાં આવ્યું છે. શહેરના ફોનિક્સ મોલ ઑફ એશિયાએ ભારતના સૌથી ઊંચા ક્રિસમસ ટ્રીનું અનાવરણ કર્યું છે, જે 100 ફૂટ ઊંચું છે. આ ક્રિસમસ ટ્રી બેંગલુરુમાં એશિયાના ફોનિક્સ મોલની મુલાકાત લેતા લોકો માટે વિઝ્યુઅલ ટ્રીટ જેવું છે. આ વિશાળ વૃક્ષ અહીં આવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related