મંગળવારે સુરત આવતી રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસના કોચ B-8માં એસી સિસ્ટમ ફેલ થતાં એસી ફેલ થવાની સમસ્યા નો ઉકેલ વડોદરા પણ નહીં આવતા સુરત ખાતે અંતે આખો કોચ જ ચેન્જ કરીને નવો કોચ લગાવવામાં આવ્યો હતો.જો કે આ દરમિયાન મુસાફરો ચાર થી પાંચ કલાક પરેશાન થયા હતા.
મંગળવારે સુરત આવતી રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસના કોચ B-8માં એસી સિસ્ટમ ફેલ થઈ ગયું હતું.આ કોચમાં 65 જેટલા મુસાફરો હતા જેઓ ઓખાથી વિવિધ સ્ટેશનો પર મુસાફરી કરી રહ્યા હતા. જોકે એસી ફેલ થવા થી વડોદરામાં હોબાળો શરૂ થતાં મુસાફરોની ધીરજનો દોર તૂટી ગયો હતો, પરંતુ ત્યાં પણ સમસ્યાનો ઉકેલ આવી શક્યો ન હતો કે કોચ બદલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, પરંતુ ટ્રેન સુરત સ્ટેશન પર આવતાની સાથે જ ટેકનિકલ ટીમને જાણ કરવામાં આવી હતી. તુરંત જ અધિકારીઓએ સૂચના આપી અને ખામીયુક્ત કોચને હટાવવાનો નિર્ણય કર્યો અને તેમાં નવો એરકન્ડિશન્ડ બી-8 કોચ ઉમેરીને ટ્રેન રવાના કરવામાં આવી હતી.
સુરત રેલવે અધિકારીઓએ કહ્યું કે કે ટ્રેન નંબર 16734 રામેશ્વરમ - ઓખા એક્સપ્રેસ મંગળવારે સવારે 8.40ના બદલે 9.50 વાગ્યે ઓખા સ્ટેશનથી એક કલાક મોડી નીકળી હતી.ટ્રેન નીકળી ત્યારે મુસાફરોને લાગ્યું કે ટ્રેનના બી-8 કોચમાં ઠંડક જરૂરિયાત કરતાં ઓછી છે. પરંતુ સાંજે 6.22 વાગ્યે અમે અમદાવાદ સ્ટેશન પહોંચ્યા ત્યાં સુધીમાં આ સમસ્યા ખૂબ વધવા લાગી હતી આ અંગે
ઘણા મુસાફરોએ એસી લાગતું નથી તેની ફરિયાદ પણ કરી. અમદાવાદ સ્ટેશન ટ્રેનમાં હાજરી આપીને કૂલિંગની સમસ્યા દૂર કરવામાં આવી હતી અને તેને 24 મિનિટ બાદ સાંજે 6.44 કલાકે રવાના કરવામાં આવી હતી. પરંતુ સમસ્યા ફરી શરૂ થઈ અને કૂલિંગ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું. જેના કારણે મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 8.24 કલાકે જ્યારે ટ્રેન વડોદરા એક કલાક મોડી પહોંચી ત્યારે મુસાફરોએ નીચે ઉતરીને હોબાળો મચાવ્યો હતો પરંતુ સમસ્યાનું નિરાકરણ થઈ શક્યું ન હતું. કોઈક રીતે મુસાફરોને સમજાવ્યા બાદ ટ્રેન રાત્રે 9 વાગ્યે વડોદરાથી રવાના થઈ હતી. હવે ટ્રેન 9.15 વાગ્યાના નિર્ધારિત પ્રસ્થાનને બદલે 11 વાગ્યે લગભગ ત્રણ કલાક મોડી હતી.
મુસાફરોની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનને પ્લેટફોર્મ ત્રણ પર ઉભી રાખવામાં આવી હતી અને ઉધનાથી શંટિંગ એન્જિનની મદદથી નવો LHB થર્ડ એસી કોચ નંબર 191003 સુરત લાવવામાં આવ્યો હતો. અહીં, કોચિંગ ડેપોના અધિકારીઓની દેખરેખ હેઠળ, ટ્રેનને બે ભાગમાં વહેંચવામાં આવી હતી અને ખામીયુક્ત કોચ નંબર 211736ને કપલિંગમાંથી હટાવીને નવો થર્ડ એસી કોચ જોડવામાં આવ્યો હતો. આ પછી, 15 પોર્ટર્સ તૈનાત કરવામાં આવ્યા હતા જેમણે મુસાફરોને તેમના સામાનને લોડિંગ અને અનલોડ કરવામાં મદદ કરી હતી અને પછી તેમને નવા થર્ડ એસી કોચમાં બેસાડ્યા હતા. ખામીયુક્ત કોચને સમારકામ માટે યાર્ડમાં મોકલવામાં આવ્યો હતો. સુરત સ્ટેશન પર મુસાફરોને પાણીની બોટલો પણ આપવામાં આવી હતી. 9.20ના ઉપડવાના સમયને બદલે આ ટ્રેન સુરતથી લગભગ ત્રણ કલાક મોડી રાત્રે 12.30 કલાકે ઉપડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login