લોકસભા ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી આજે સવારથી શરુ થઇ ચુકી છે. હમણાં સુધી લગભગ અડધી મતગણતરી પૂર્ણ થઇ ચુકી છે અને ચિત્ર કેટલુંક સ્પષ્ટ જોવા મળ્યું છે. ગુજરાતમાં દર વખતની જેમ આ વખતે પણ ઇન્ડિયા ગઠબંધન ક્યાંય ફાવ્યું હોય તેવું જણાયું નથી. ગુજરાતની 26 માંથી 25 સીટો પર મતગણતરી ચાલી રહી છે. 1 સુરતની સીટ ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે. જયારે બાકીની 25 માંથી 23 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.
ચૈતર વસાવા એ16 માં રાઉન્ડ નાં અંતે હાર સ્વીકારી અને મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું.અમે ઇન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડ્યા છીએ.જે લોકો પાંચ લાખની લીડ ની વાત કરતા હતા એ લોકો આજે લાખની અંદર જ રમતા દેખાઈ રહ્યા છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે અમારી ખૂબ મોટી જીત છે. ભરૂચ લોકસભા ના મતદારોએ જે રીતે અમને સહકાર આપ્યો છે તે તમામ મતદારોને હું આભાર માનું છું..
ભરૂચ લોકસભા મતદારોને હું જણાવવા માગું છું કે આજે પણ હું ડેડીયાપાડા નો ધારાસભ્ય છું. ભવિષ્યમાં આવનાર દિવસોમાં જે પણ લોકોના પ્રશ્નો હશે તેને વાચા આપવાનો પ્રયત્ન કરીશ. મારી ઉંમર હજી નાની છે મારે હજુ ઘણું શીખવાનું છે. આ ચૂંટણી ચૂંટણીમાંથી પણ ઘણી શીખીશું અને આવનાર દિવસોમાં પણ આનાથી પણ વધારે સારું તો ચૂંટણી લડી છે.
વડોદરા લોકસભા બેઠક પર મતગણતરીના 13 રાઉન્ડ પૂર્ણ:ભાજપ 4 લાખથી વધુ મતની લીડથી આગળ, કોંગ્રેસના જશપાલસિંહ 2,33,802 મત સાથે પાછળ.
દેશના તમામ રાજ્યમાં મતગણતરી ચાલી રહીં છે. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર સૌઉ કોઇની નજર છે. તેવામાં વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ હતો. જેમાં ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી અને કોંગ્રેસના જસપાલસિંહ પઢીયારના મતગણતરીના 12 રાઉન્ડ પૂર્ણ થયા છે. પહેલા રાઉન્ડથીજ ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી લીડ પર ચાલી રહ્યાં હતા. હવે મતગણતરીના 12 રાઉન્ડ પૂર્ણ થતાં ભાજપના ઉમેદવરા ડો. હેમાંગ જોશીને કુલ 5,62,775 અને કોંગ્રેસના જસપાલસિંહ પઢીયારને 1,89,334 મત મળ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે, ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી હાલ 3,73,441 લીડથી આગળ છે.
ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલાની રેકોર્ડ બ્રેક લીડ, ભાજપ 4 લાખથી વધુ મતની લીડ સાથે જીત તરફ આગળ. પુરૂષોત્તમ રૂપાલાને 6,94,172 મત મળ્યા પરેશ ધાનાણીને 2,91,175 મત મળ્યા. રૂપાલાએ કુંડારિયાનો લીડનો રેકોર્ડ તોડ્યો. જામનગરમાં ક્ષત્રિયો આંદોલનની અસર વચ્ચે પૂનમ માડમ 1 લાખ 90 હજારથી વધુ મતથી આગળ. કોંગ્રેસના ઉમેદવાર જે. પી મારવીયાએ હાર સ્વીકારી.
ભાજપની 16 સીટ પર જીત નિશ્ચિત, અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપે જીતી, અન્ય 7 પર જીત નિશ્ચિત; ખેડામાં 2 EVM ખોટકાતા VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી રહી છે. બારડોલી સીટ પર ભાજપના પ્રભુ વસાવા કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી કરતા 2.09 લાખ મતથી આગળ છે. જ્યારે 68 હજાર મતની ગણતરી જ બાકી છે. આમ બારડોલી સીટ પર ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ છે.
ગાંધીનગર સીટ પરથી ભાજપના અમિત શાહ કોંગ્રેસના સોનલબેન પટેલથી 5.40 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે 4.39 લાખની મત ગણતરી બાકી છે. વલસાડ સીટ પરથી ભાજપના ધવલ પટેલ કોંગ્રેસના અનંત પટેલથી 2.10 લાખ મતથી આગળ છે. હવે 10 હજાર મતની જ ગણતરી બાકી છે. આમ વલસાડ સીટ પર ભાજપની જીત નિશ્ચિત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જીત નિશ્ચિત. હાલ તેઓ 3 લાખ મતથી આગળ છે અને 2 લાખ વોટનું કાઉન્ટિગ બાકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login