રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીએ આજ ગુરુવારે સવારે અહીંની પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણના કેન્દ્રની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. આગામી તા. ૪ જૂનના રોજ મત ગણતરી પૂર્વે જિલ્લાના કેન્દ્રોની મુલાકાતની શ્રેણીમાં તેમણે વડોદરાની પણ મુલાકાત લીધી હતી.
શ્રીમતી પી. ભારતી સીધા પોલીટેનિક ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મત ગણતરી માટે વિધાનસભાની બેઠક પ્રમાણે તૈયાર કરવામાં ખંડોની મુલાકાત લીધી હતી. મત ગણતરી એજન્ટ, ગણતરીદારો, ઇવીએમના મૂવમેન્ટની વ્યવસ્થા નિહાળી હતી.
ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને લોકસભા બેઠક માટેના કાઉન્ટિંગ હોલનું બારિકાઇથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટર અને વડોદરા બેઠકના પ્રતિપ્રેષક અધિકારી બિજલ શાહે કાઉન્ટિંગ સેન્ટર બાબતે પૂરક વિગતો મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પ્રસ્તુત કરી હતી.
કલેક્ટરએ જણાવ્યું કે, એક કાઉન્ટિંગ હોલમાં ૧૪ ટેબલ રાખવામાં આવ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ ૧૪ ટેબલ ગોઠવાયા છે. ૧૯ રાઉન્ડમાં મતગણતરી કરવાનું આયોજન છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે પણ અલગથી એક હોલમાં ૨૭ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ૧૨૦ જેટલા કર્મીઓ ફરજ બજાવશે. મતગણતરી પ્રક્રીયામાં ૬૨૦થી વધુ કર્મયોગીઓ જોડાશે.
મત ગણનાના દિવસે પોલિટેનિકના પ્રત્યેક માળ ઉપર અગ્નિશામક દળના જવાનો ઉપરાંત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહેશે. જેથી આ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળી શકાય. આ ઉપરાંત દરેક કાઉન્ટિંગ હોલ ઉપર પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સંચાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે નિરીક્ષણ કક્ષ અને મીડિયા કક્ષની પણ મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login