ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે રમાયેલી 7મી મેચમાં ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નાઇ અને ગુજરાત વચ્ચે જંગ જામ્યો હતો, પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇ એ ગુજરાતને જીતવા માટે મસમોટો 207 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે બીજી ઇનિંગમાં ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની ટિમ 143 રન જ બનાવી શકી હતી અને ચેન્નાઇ સામે 63 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ચેન્નાઇ સુપર કિંગ્સની આ આઈપીએલમાં સતત બીજી જીત હતી, ગુજરાત ટાઇટન્સને 63 રને હરાવીને ચેન્નાઈએ વધુ 2 પોઇન્ટ હાંસલ કરી 4 પોઇન્ટ સાથે ટેબલમાં ટોચ પર પોહચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇ તરફથી રચીન રવિન્દ્ર એ 20 બોલમાં 46 રન અને શિવમ દુબેએ 23 બોલમાં 51 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને પાયો મજબૂત કર્યો હતો. જયારે ચેન્નાઈના યુવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 36 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું.
ગુજરાત તરફથી રશીદ ખાને બે વિકેટ ઝડપી હતી. ઓપનિંગ કરવા આવેલ કેપ્ટન શુભમન ગીલે 6 ફટકારીને ખાતું ખોલ્યું હતું. પરંતુ ગુજરાતના કુલ 28 રન અને અંગત 8 રનના સ્કોર પર દિપક ચાહરની ઓવરના પાંચમા બોલ પર LBW આઉટ થયો હતો. જયારે સાઈ સુદર્શને સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. રીધ્ધીમાન સાહા અને ડેવિડ મિલરે 21-21 રન બનાવ્યા હતા. ગુજરાતના અન્ય બેટર ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા.
ચેન્નાઈના દિપક ચાહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડે એ 2-2 વિકેટો ઝડપી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે પથીરાના ને ઈમ્પૅક્ટ પ્લેયર બનાવીને બોલિંગ કરવા ઉતાર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login