ADVERTISEMENTs

આઇપીએલ 2024ની શરૂઆત પહેલાજ ધોનીનું કપ્તાનપદેથી રાજીનામુ, ઋતુરાજ નવો કપ્તાન.

ચેન્નાઇ માટે ધોનીની જ પસંદગી હતો ઋતુરાજ, 2019માં ઓક્શનમાં ખરીદ્યો હતો. ગત વર્ષ 2023માં ઋતુરાજની આગેવાનીમાં જ ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો.

ઋતુરાજ હાલ જ તેની આંગળી ની ઇજામાંથી બહાર આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડ(ડાબે) ધોની(જમણે) / X/@ChennaiIPL

આઇપીએલ 2024ની સીઝન શરૂ થવાના એક દિવસ પહેલા જ અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટનમાં ના એક મહેન્દ્રસિંહ ધોની એ તેમના ચેન્નાઇ સુપર કિંગ્સના(CSK) ના કપ્તાન પદેથી રાજીનામું આપ્યું છે. તેમના ઉત્તરાધિકારી તરીકે યુવા ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈની કમાન સોંપવામાં આવી છે. રોયલ ચેલેંજર્સ બેંગ્લોર સામેની પ્રથમ મેચના એક દિવસ અગાઉજ ધોની એ રાજીનામું આપતા તેમના કપ્તાન તરીકેના કાર્યકાળનો અંત આવ્યો છે.

CSKમાં ધોની આઈપીએલની શરૂઆત એટલે કે 2008થી જ કપ્તાન પદે છે. ધોનીએ 2008 થી 2023 સુધી આઈપીએલમાં કુલ 235 મેચ રમી છે. વચ્ચે કેટલાક સમય માટે સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાને સીએસકે ના કપ્તાન તરીકે જવાબદારી સોંપાઈ હતી. બંને જણાએ મળીને લગભગ 14 જેટલી મેચોમાં CSKની આગેવાની કરી હતી. આઇપીએલ માં CSK પાંચ વાર ચેમ્પિયન બન્યું છે અને તમામ વખતે મહેન્દ્રસિંહ ધોની જ કપ્તાન તરીકે હતા.

ઋતુરાજ ગાયકવાડની વાત કરીયે તો આઈપીએલમાં તેની શરૂઆત વર્ષ 2019માં થઇ હતી. હરાજીમાં તેને CSK દ્વારા ખરીદવામાં આવ્યો હતો. ગાયકવાડ માત્ર 27 વર્ષનો યુવા છે અને ખુબ જ ટૂંકા સમયમાં તેણે ક્રિકેટ જગતમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. ગત વર્ષ 2023માં ઋતુરાજની આગેવાનીમાં જ ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો.

2019થી ચેન્નાઈનો ભાગ બનેલ ઋતુરાજે ખરેખર 2021માં પોતાની ઓળખ બનાવી હતી. 2021ની આપીઍલમાં ઋતુરાજ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયો હતો અને ઓરેન્જ કેપ વિનર રહ્યો હતો. કુલ 52 મેચોમાં 39.06 ની સરેરાશથી 1797 રન સાથે ગાયકવાડે 2021ની આઈપીએલ સીઝનમાં 635 રન બનાવ્યા હતા. તે વર્ષે CSK એ ફાઇનલમાં શાહરુખ ખાનની કોલકત્તા નાઈટ રાઇડર્સને હરાવી હતી.

આજ સીઝનમાં તેના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે તેને ઇમર્જિંગ પ્લેયર નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ સીઝન બાદ 2022માં ચેન્નાઇ એ ઋતુરાજને 6 કરોડમાં રિટેઈન કર્યો હતો. 
 

CSKના નવા યુગની શરૂઆત /

ધોની દ્વારા કપ્તાની ઋતુરાજને સોંપવાના નિર્ણયને ચેન્નાઇ સુપર કિંગ્સે આવકારતા ટ્વીટ કરીને લખ્યું હતું કે," એમ એસ ધોનીએ ટાટા આઇપીએલ ની 2024ની સીઝન પેહલા જ ઋતુરાજને CSKની કપ્તાની સોંપી દીધી છે. ઋતુરાજ 2019થી CSK નો અભિન્ન ભાગ છે, તે CSK તરફથી 52 મેચ રમ્યો છે અને ટિમ હવે આગામી સીઝનની રાહ જોઈ રહી છે." 

શા માટે ગાયકવાડને કેપ્ટ્ન બનાવવામાં આવ્યો?
ગાયકવાડને ક્રિકેટના જગતના વર્તુળમાં ક્યાંકને ક્યાંક એક મજબૂત નેતૃત્વ ક્ષમતા ધરાવનાર ખેલાડી વિકલ્પ તરીકે જોવાતો હતો. 2019માં જયારે તેણે પ્રથમ સીઝન ચેન્નાઇ માટે રમી ત્યારે પણ કેટલાક ક્રિકેટ જગતના નિષ્ણાતો તેની ભાવિ કેપ્ટ્ન ગણાવી રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે તે ખુદ ધોનીની પસંદગી છે. ઋતુરાજે CSK માટે 2022ની સિઝનને બાદ કરતા 40થી વધુની એવરેજથી રન બનાવ્યા છે. તે સતત બેટિંગમાં ખુબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. અગાઉ તે મહારાષ્ટ્ર્ની ટીમની પણ આગેવાની કરી ચુક્યો હોવાથી તેને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યો હતો.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related