ADVERTISEMENTs

MI vs CSKની મેચમાં ધોનીના ક્લાસિક સિક્સર અને રોહિત શર્માની સદી.

મુંબઈ અને ચેન્નાઈની મેચ હંમેશા દર્શકો માટે રોમાંચક રહેતી હોય છે, અલ-ક્લાસિકો ગણાતી આ મેચમાં ચેન્નાઈએ મુંબઈને પછાડયું હતું.

બંને ટીમના કેપ્ટન / iplt20.com

ઇન્ડિયન પ્રીમિયર લીગની મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાચંક મેચમાં ચેન્નાઈએ હોમ ટિમ મુંબઈ ને 20 રને હરાવ્યું હતું. ચેન્નાઇ તરફથી પથીરાના એ લીધેલી ચાર વિકેટ નિર્ણાયક અને મેચનું પાસું પલટનારી સાબિત થઇ હતી. મુંબઈ તરફથી રોહિત શર્માએ ફટકારેલી સદી એળે ગઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 206 રન બનાવ્યા હતા. જેમાં ખાસ હાર્દિક પંડયા ની છેલ્લી 20મી ઓવરમાં ધોની એ આવીને ફટકારેલા ઉપરાછાપરી 3 ચગ્ગાએ મેચમાં જમાવટ કરી દીધી હતી. ધોનીએ છેલ્લી ઓવરના ચાર બોલ બાકી હતા ત્યારે બેટીંગમાં આવી ને ચાર બોલમાં 20 રન ફટકારી દીધા હતા. મેચનું પરિણામ જોતા એવું જ લાગે છે કે, ધોનીએ ફટકારેલા 20 રન જ મુંબઈને ભારે પડ્યા છે.

ચેન્નાઇ તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 40 બોલમાં 69 રન બનાવ્યા હતા. જયારે શિવમ દુબેએ અણનમ 38 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં રન ચેઝ કરવા ઉતરેલી મુંબઈની ટિમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 186 રન જ બનાવી શકી હતી. મુંબઈ તરફથી મુંબઈ કા રાજા રોહિત શર્મા સિવાય બીજા કોઈ બેટર ખાસ કરી શક્યા ન હતા. ઈશાન કિશાન 23 રન બનાવીને આઉટ થયો હતો, તિલક વર્મા ની વિકેટ કદાચ ટ્રેનિંગ પોઇન્ટ હોઈ શકે તેવું છે. કારણ કે તિલક વર્મા 31 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે બીજા છેડે રોહિત શર્મા મેચ જીતાડવા સક્ષમ છે અને મુંબઈને જીત અપાવશે. પરંતુ પથીરાના એ તિલક વર્માને 31 રને આઉટ કરી દેતા મેચમાં પાસું પલટાઈ ગયું હતું. ચેન્નાઇ નો મથીશ પથીરાના મુંબઈ માટે માથાનો દુખાવો બન્યો હતો. પથીરાના એ 4 ઓવરમાં 28 રન આપીને 4 મહત્વની વિકેટો લીધી હતી.

વિન્ટેજ ધોની નો માસ્ટર સિક્સ / iplt20.com

જોકે મુંબઈ અને ચેન્નાઇ વચ્ચેની મેચ હંમેશા માટે એક ઐતિહાસિક મેચ તરીકે જ જોવામાં આવે છે. આ મેચ પણ અલ ક્લાસિકો મેચ હતી, જેમાં દર્શકોને મહેન્દ્રસિંહ ધોની ના ક્લાસિક સિક્સર જોવા મળ્યા તો મુંબઈ કા લોકલ બોય રોહિત હિટમેન ની સેન્ચ્યુરી પણ જોવા મળી. એક રીતે કહીયે તો દર્શકો માટે આ મેચ પૈસા વસુલ હતી. મુંબઈના ચાહકો માટે પણ નિરાશ થવા જેવું ન હતું કારણે કે તેમના ફેવરિટ રોહિત શર્માએ સદી ફટકારી તપ સાથે સાથે વિન્ટેજ ધોની પણ જોવા મળ્યો.

રોહિત શર્માનો કલાસિક સિક્સ / IPLt20.com

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related