વડાપ્રધાન મોદી ૧૭ ડિસેમ્બરે ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટીનો ભાગ બનેલા સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગને ખુલ્લું મૂકવાના છે. આ બિલ્ડિંગમાં ૧૩૫ ડાયમન્ડ ટ્રેડિંગ કંપનીઓએ તેમની કામગીરી શરૂ કરી હતી. જેમાં હીરાના ૨૬ વ્યાપારીઓએ તેમની ઓફિસ મુંબઇથી ખસેડી આ બિલ્ડિંગમાં શિફ્ટ કરી છે.
જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે ભારતીય અર્થતંત્રમાં ગુજરાત મહત્વનો ફાળો ધરાવે છે. વિશ્વના પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો ૭૨ ટકા, હીરાની નિકાસમાં ૮૦ ટકા છે. જ્યારે દેશ વિશ્વના ૭૫ ટકા પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતની કુલ નિકાસ ૩૭.૭૩ અબજ અમેરિકન ડોલર પર પહોંચી હતી.
ગુજરાતમાં ૪૫૦થી વધુ સંગઠિત જ્વેલરી ઉત્પાદકો, આયાતકારો, નિકાસકારો છે. ગુજરાતના સુરત, અમદાવાદ અને રાજકોટમાં આ કામગીરી થાય છે. તેમાંથી સુરત હીરાના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર ચે. વિશ્વના ૧૦માંથી ૮ હીરાનું ગુજરાતમાં પ્રોસેસિંગ થાય છે. તે રીતે ભારતની હીરાની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૮૦ ટકાનો છે. ગુજરાતમાં અંદાજિત ૯૦ ટકા હીરાનું પ્રોસેસિંગ થાય છે અને આ ઉદ્યોગ ગુજરાતમાં ૯ લાખ લોકોને રોજગારી આપે છે.
હીરા ઉદ્યોગની બદલાતી ગતિશીલતાને ઓળખીને, ગુજરાત સરકાર લેબ ગ્રોન ડાયમંડ ક્ષેત્રને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login