ADVERTISEMENTs

વિશ્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ સુરતનું ડાયમંડ બુર્સ, PM મોદી કરી શકે ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી ડિસેમ્બર મહિનામાં ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 17 ડિસેમ્બરે નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ધાટન કરે તેવી શક્યતા છે.

Diamond Burse / google

વડાપ્રધાન મોદી ડિસેમ્બર મહિનામાં ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 17 ડિસેમ્બરે નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ધાટન કરે તેવી શક્યતા છે. સાથે જ એરપોર્ટના નવા વિસ્તરણ યોજનાનું અનાવરણ કરે તેવી શક્યતા છે. હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ બનાવાયું છે. 15 માળના 9 ટાવરમાં અંદાજે 4 હજાર 500 ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો છે. વડાપ્રધાન ઓફિસ તરફથી કાર્યક્રમની મૌખિક જાણકારી આપવામાં આવી છે. હજુ ફાઇનલ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલાં અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલાં સુરત હીરા બુર્સના ઉદ્ધાટનની તારીખ ફાઇનલ

સહકારી ધોરણે 3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલાં અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલાં સુરત હીરા બુર્સના ઉદ્ધાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. ઉદ્ધાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદ્ધાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે.

ઉદ્ઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સવગેરેની સુવિધાઓ પણ કાર્યરત કરી દેવામાં આવશે.

 

આ ઓફિસ-બિલ્ડિંગ બનાવવાનો હેતું ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને પ્રોત્સાહન

આ બિલ્ડીંગની વાત કરીએ તો અહીં આવનાર કામદારો માટે 131 એલિવેટર લીફ્ટ તેમજ ડાઇનિંગ, રિટેલ, વેલનેસ અને કોન્ફરન્સ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.

આ ઓફિસ-બિલ્ડિંગ બનાવવાનો હેતું ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવાનો છે. તેનો ઉદ્દેશ્ય હીરાના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલી સંસ્થાઓને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો છે. વધુમાં તે કટીંગ, પોલિશિંગ અને પ્રોસેસિંગ સહિત જેમ્સ અને જ્વેલરી સંબંધિત વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, આગળ વધારવા, રક્ષણ અને વિકાસ કરવાનો ઇરાદો ધરાવે છે. આ ઓફિસ-બિલ્ડિંગને બનાવવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે.

ડાયમંડ બુર્સની ખાસિયતો

રૂ.૨૫૦૦ કરોડના ખર્ચે બનાવાયું બિલ્ડિંગ

નેશનલ-ઇન્ટરનેશનલ ડાયમંડ વ્યાપારીઓ માટે ૪૨૦૦ ઓફિસ

૧૫ માળના ૯ ટાવર

તમામ ટાવર એકબીજા સાથે જોડાયેલા

૧૦ હજારથી વધુ ટુ-વ્હિલર અને ૪૫૦૦થી વધુ ફોર વ્હિલર માટે પાર્કિંગ વ્યવસ્થા

૪૦૦૦ CCTV કેમેરા

એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગની વ્યવસ્થા

વર્ષે ૨ લાખ કરોડથી વધુનો ડાયમંડ બિઝનેસ થવાની શક્યતા

વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનશે

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related