ભારતીય ટુરિસ્ટને આકર્ષવા માટે દુબઈ સહિત ઘણા દેશો જુદી જુદી ઓફર્સ આપે છે. જેમ કે વિયેતનામ, થાઈલેન્ડ, શ્રીલંકા, મલેશિયા જેવા દેશો ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. હવે દુબઈ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યુ છે. દુબઈએ તાજેતરમાં જ ભારતીય પ્રવાસીઓ માટે 5 વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝાની જાહેરાત કરી છે.
ભારતના જે પ્રવાસીઓ બિઝનેસ ટ્રિપ્સ પર અથવા તો ફરવા માટે વારંવાર દુબઈ જાય છે, તેમના માટે દુબઈની આ નવી જાહેરાત ઉપયોગી સાબિત થવાની છે. દુબઈ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 5 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝાથી બંને દેશોના સંબંધોમાં મજબૂતાઈ આવશે. ઉલ્લેખનીય છે કે દુબઈમાં ટુરિઝમ ઈકોનોમી મોટા પ્રમાણમાં છે, અને ભારતીયો દુબઈમાં લખલૂટ પૈસા ખર્ચે છે. ત્યારે ટુરિઝમને વધુ મજબૂત બનાવવા માટે દુબઈ ભારતીયોને આ પ્રકારના વિઝા આપી રહ્યું છે.
પાંચ વર્ષના મલ્ટિપલ વિઝા નાગરિકોને ઝડપથી મળી જશે. કારણ કે એકવાર તમે આ પ્રકારના વિઝા માટે અપ્લાય કરો છો, અને તમારી અરજી સ્વીકારાઈ જાય છે, તો બેથી 5 વર્કિંગ ડેઝમા તમને વિઝા આપી દેવામાં આવશે. આ વિઝા મળી ગયા બાદ જે તે વ્યક્તિ 90 દિવસ સુધી દુબઈમાં રહી શકે છે. 90 દિવસ બાદ પણ આ વિઝા પરમિટને બીજા 90 દિવસ માટે લંબાવી શકાય છે. એટલે કે એક વર્ષમાં વધુમાં વધુ 180 દિવસ સુધી કોઈ ભારતીય નાગરિક દુબઈમાં રહી શકે છે. આ વિઝાની ખાસ વાત એ છે કે આમાં મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ કરી શકાશે. એટલે કે આ 180 દિવસના ગાળામાં એકથી વધુ વખત કોઈ પણ ભારતીય નાગરિક દુબઈમાં આવી શક્શે અને જઈ શક્શે.
વેપાર માટે અને ફરવા માટે જતા ભારતીય નાગરિકો દુબઈની ઈકોનોમીને બૂસ્ટ કરી શકે છે. ભારતથી દુબઈ જતા મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. લેટેસ્ટ આંકડા મુજબ 2023ના વર્ષમાં 24.6 લાખથી વધુ ભારતીયોએ દુબઈની મુલાકાત લીધી હતી. આ સંખ્યા 2022ની સરખામણીએ 34 ટકા વધારે છે. 2022માં 18.4 લાખ બારતીય પ્રવાસીઓ દુબઈની મુલાકાતે ગયા હતા. આંકડા પ્રમાણે કોવિડ પહેલાના સમય કરતા દુબઈ જતા ભારતીયોની સંખ્યામાં 25 ટકાનો વધારો નોંધાયો છે. જેને કારણે દુબઈ માટે ભારતીય મુલાકાતીઓ ખૂબ જ મહત્વના છે. દુબઈના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરિઝમના અધિકારીઓના કહેવા પ્રમાણે જેમ જેમ ભારતીયો વધુ સંખ્યામાં દુબઈની મુલાકાત લેશે, તેમ તેમ દુબઈની સ્થિતિ વધુ મજબૂત બનતી જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login