ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ર૦, ર૧ અને રર એપ્રિલ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેને દેશભરમાંથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, પ્રદર્શનમાં ભાગ લેનારા ૪૦ જેટલા એકઝીબીટર્સને નાની મશીનરીથી લઇને હાઇસ્પીડ અને અત્યાધુનિક ટેકનોલોજીવાળી મશીનરી માટે ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી. મોટા ભાગના બાયર્સે ટ્વીન સિકવન્સ, ૩ કોડિંગ્સ, ફોર બીડ્સ, મિકસ મશીન અને ૪થી લઇને ૮ સિકવન્સ સુધીની નવી વેરાયટીવાળી એમ્બ્રોઇડરી મશીનરી અંગે ઇન્કવાયરી કરી હતી. બાયર્સે ૧પ૦૦ આરપીએમની હાઇસ્પીડ ધરાવતી એમ્બ્રોઇડરી મશીનરી ખરીદવાની તૈયારી દર્શાવી હતી.
આ ઉપરાંત એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવી રહેલી અદ્યતન ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને ફયુઝીંગ મશીનો પણ સ્થળ પર વેચાઇ ગયા હતા. રૂપિયા ૧૩ લાખની કિંમતની ૮ હેડવાળી મશીન ર૪ કલાકમાં ૪પ૦૦ મીટર કાપડ પર ડિજીટલ પ્રિન્ટીંગ કરે છે, જ્યારે રૂપિયા ર૬.પ૦ લાખની કિંમતની ૧૬ હેડવાળી ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી ર૪ કલાકમાં ૧૦ હજાર મીટર કાપડ પર ડિજીટલ પ્રિન્ટ કરે છે. એક સ્ટોલ પર મુકાયેલી આ ચારેય મશીનરીઓનું સ્થળ પર વેચાણ થઇ ગયું હતું.
સીટમે એકઝીબીશનમાં રૂપિયા ૧૩ લાખથી લઇને રૂપિયા ૧ કરોડ સુધીની મશીનરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારા ૪૦ જેટલા એકઝીબીટર્સને ચાર – પાંચ મશીનરીઓના ઓર્ડર આગામી એકાદ મહિનામાં મળી જશે તેવું તેમના તરફથી જાણવા મળ્યું હતું.
એક એકઝીબીટરના જણાવ્યા મુજબ, તેમને પોતાના સ્ટોલ પર એમ્બ્રોઇડરીની ચાર અદ્યતન મશીનરી પ્રદર્શન માટે મુકી હતી. જેમાં રૂપિયા રપ લાખ, રૂપિયા ૪૦ લાખ અને રૂપિયા પ૦ લાખની મશીનરીનો સમાવેશ થયો હતો. આ એકઝીબીશનમાં ભાગ લેવાને કારણે તેમનો દેશના જુદા–જુદા શહેરમાંથી આવેલા બાયર્સની સાથે સીધો સંપર્ક થયો હતો. જેને કારણે તેમની મશીનરીની જે જેન્યુન ઈન્વાયરી જનરેટ થઇ હતી તે મુજબ એકાદ મહિનામાં તેમને કુલ ર૬ જેટલી મશીનરીના ઓર્ડર મળી જશે તેમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રૂપિયા ૪૦ લાખની કિંમતની ર૦ અદ્યતન એમ્બ્રોઇડરી મશીનરીના ઓર્ડર તેમને મળવાની સંભાવના છે. જ્યારે રૂપિયા પ૦ લાખની કિંમતની ર તથા અન્ય રૂપિયા રપ લાખની કિંમતની ૪ મશીનરીના ઓર્ડર લગભગ તેમને એકાદ મહિનાની અંદર મળી જાય તેમ છે. એટલે સીટમે એકઝીબીશનમાં ભાગ લેવાને કારણે આગામી એકાદ મહિનાની અંદર તેઓને રૂપિયા ૧૦ કરોડથી વધુની કિંમતની મશીનરીના ઓર્ડર મળી જશે તેમ તેમણે જણાવ્યું હતું.
એકઝીબીટર્સ તરફથી મળેલા પ્રતિસાદ મુજબ, ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઇડરી મશીનરીમાં દર વર્ષે નવી ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. જૂની મશીનરીવાળા ઉદ્યોગપતિઓ હવે નવી ટેકનોલોજીમાં રોકાણ કરવા જઇ રહયાં છે, આથી આગામી છ મહિનામાં હજારોની સંખ્યામાં નવા મશીન વેચાઇ જવાની આશા એકઝીબીટર્સ તરફથી વ્યકત કરવામાં આવી હતી. જેને પગલે સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને ડેવલપ થવા વધુ ગતિ મળશે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ડોમેસ્ટીક માર્કેટમાં તેઓની પ્રોડકટ વેચી જ રહયાં છે પણ હવે તેઓ વૈશ્વિક માર્કેટમાં પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવાની દિશામાં આગળ વધી રહયાં છે. આથી દેશભરમાંથી જેન્યુન બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારત સરકારના મેડ ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે. જુકી કંપની દ્વારા અમદાવાદ ખાતે ગારમેન્ટ બનાવતી મશીનરીનો પ્લાન્ટ નાંખવામાં આવનાર છે ત્યારે સુરત પણ દિશામાં આગળ વધશે અને સુરતમાં પણ રેડીમેડ ગારમેન્ટ બનાવતી મશીનરીનું પ્રોડકશન થાય અને આખી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને તેનો લાભ થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login