બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન અભિનીત ફિલ્મ ડંકી 21 ડિસેમ્બર, 2023ના રોજ વર્લ્ડ વાઈડ રિલીઝ કર્યા બાદ નવ જ દિવસમાં 40 મિલિયન અમેરિકન ડોલર (340 કરોડ)ની કમાણી કરી છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાણી દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ જિયો સ્ટુડિયો, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને રાજકુમાર હિરાણી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.
પિંકવિલાના અહેવાલ મુજબ, ફિલ્મે પઠાણ, જવાન અને રણબીર કપૂરની એનિમલ પછી બોલિવૂડમાં વર્ષની ચોથી સૌથી મોટી ઓપનિંગ મેળવી હતી. ફિલ્મની સફળતાની વાત કરતા રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે કહ્યું કે, "આ તમારો પ્રેમ છે...જે બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ચલાવી રહ્યો છે."
આ ફિલ્મમાં અભિનેતા શાહરૂખ ખાન (હરદયાલ "હાર્ડી" સિંહ ધિલ્લોન તરીકે), તાપસી પન્નુ (મનુ રંધાવા તરીકે), વિકી કૌશલ, બોમન ઈરાની, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર છે.
ડોન્કી ફ્લાઇટ તરીકે ઓળખાતી ગેરકાયદેસર ઇમિગ્રેશન ટેક્નિક પર આધારિત, આ ફિલ્મ ચાર મિત્રો મનુ, સુખી, બગ્ગુ અને બલ્લીની વાર્તા વર્ણવે છે જેઓ વધુ સારા જીવન માટે લંડનમાં સ્થાયી થવાની ઇચ્છા રાખે છે, અને તેઓનું જીવનમાં સતત કઈંક અલગ અલગ ઉતાર ચઢાવ આવતા જ રહેતા હોય છે.
2023ની સૌથી છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ અને આ વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. આ ફિલ્મ પહેલા, આ જ વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મ દક્ષિણના ડાયરેકટર એટલીની ફિલ્મ જવાનમાં દેખાયો હતો. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login