ADVERTISEMENTs

H-1B વિઝા માટેની પ્રારંભિક નોંધણી 22 માર્ચના રોજ બંધ થશે.

USCIS 1 એપ્રિલ થી H-1B કેપ પિટિશન માટે ઓનલાઈન અરજીઓ અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવા માટે તૈયાર છે.

H-1B હેઠળ અરજી કરવા માંગતા લોકો માટે હવે USCIS દ્વારા ઓનલાઇન ફોર્મ I-129 મેળવી શકશે. / Image - Pixabay


ફેડરલ એજન્સીના જણાવ્યા અનુસાર, વર્ષ 2025 માટે પ્રતિષ્ઠિત વિઝા H-1B ની પ્રારંભિક નોંધણી માટેનો સમયગાળો 22 માર્ચના રોજ બપોરે 12 ના ટકોરે પૂર્ણ થશે.

આ સમયગાળા દરમિયાન, સંભવિત અરજદારો અને તેમના કાનૂની પ્રતિનિધિઓએ પસંદગી પ્રક્રિયા માટે દરેક અરજીધારકની ઓનલાઇન નોંધણી કરવા માટે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા પૂરા પાડવામાં આવેલા ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ કરવો કરવાનો રહેશે. સાથે જ તેમણે વિઝા સંબંધિત નોંધણી ફી પણ ચૂકવવી પડશે.

એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઓનલાઈન એકાઉન્ટ યુઝર્સ રજીસ્ટ્રેશન અને પિટિશનમાં કોલોબ્રેશન કરી શકશે. જેનાથી તેમના ઓનલાઇન એકાઉન્ટમાં તેઓ સંસ્થાકીય ખાતાની સુવિધાઓનો લાભ મેળવી શકશે.

એક મીડિયા રિલીઝ અનુસાર, USCIS ઓનલાઇન એકાઉન્ટ્સ હવે ફોર્મ I-129 નો ઉપયોગ કરે છે, જેનો ઉપયોગ H-1B પ્રોગ્રામ હેઠળ બિન-ઇમિગ્રન્ટ કામદારોને અરજી કરવા માટે થાય છે, તેમજ ફોર્મ I-907, જેનો ઉપયોગ પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાની અરજી કરવા માટે થાય છે.

USCIS 1 એપ્રિલથી H-1B કેપ અરજીઓ માટે ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે. જે અંગે USCISએ કહ્યું, "જ્યારે નોન-કેપ એચ-1બી અરજીઓ ઓનલાઇન દાખલ કરવામાં આવશે ત્યારે અમે તેની જાહેરાત કરીશું."

H-1B વિઝા એ એક પ્રકારનો બિન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા છે. જે U.S. ના એમ્પ્લોયર્સને એક ચોક્કસ સમયગાળા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં વિશિષ્ટ કુશળતા ધરાવતા વિદેશી કામદારોની ભરતી અને રોજગાર માટેની પરવાનગી આપે છે. 

એજન્સીએ તેની ભેદભાવ વિરોધી નીતિનો પણ ફરીથી દોહરાવી હતી. પોલિસી મેન્યુઅલ અપડેટ USCISની તેના મિશન અને મુખ્ય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે, જેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, વ્યક્તિઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર સહન કરવામાં આવતો નથી. 
ચોક્કસ વર્ગો અથવા વર્ગો પર આધારિત ગેરકાનૂની વ્યવહાર તરીકે વ્યાખ્યાયિત ભેદભાવ, USCIS ની નીતિ વિરુદ્ધ છે, એમ તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ અપડેટ સ્પષ્ટ કરે છે કે, USCIS ફેડરલ ભેદભાવ વિરોધી કાયદાઓ અથવા અન્ય કાનૂની સત્તાવાળાઓ હેઠળ સંરક્ષિત વર્ગો સાથે તેમની સંડોવણીને ધ્યાનમાં લીધા વિના, બિન-ભેદભાવપૂર્ણ રીતે લોકો સાથે વ્યવહાર કરવા માટે પ્રતિબદ્ધ છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related