જાન્યુઆરીમાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે વિશ્વના ખૂણે ખૂણે વસતા હિન્દુઓની આતુરતાનો અંત આવશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે. દરેક જગ્યાએ રામ મંદિરને લઇ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અમેરિકામાં વસતા હિંદુઓ પણ આ ક્ષણમાં કેવી રીતે પાછળ રહી જાય. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થતા જ હિન્દુઓની ભક્તિ અને એકતાનો સમન્વય તેમાં પ્રતિબિંબિત થશે.
23મી ડિસેમ્બરના રોજ અમેરિકાની વિશ્વ હિન્દુ પરિષદના શિકાગો ચેપ્ટર દ્વારા અદભૂત 'કાર રેલી ટેમ્પલ ઇન્વિટેશન મેરેથોન'નું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમની શરૂઆત હનુમાન મંદિર ખાતે ભવ્ય પૂજા સાથે કરવામાં આવી હતી. આ કાર રેલી દ્વારા તમામ ભક્તો ઉત્તર પશ્ચિમ શિકાગોલેન્ડના 11 મંદિરોની આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા. શ્રી રામ મંદિર અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા માટેના આમંત્રણ સાથે યાત્રાનું સમાપન થયું હતું.
સમગ્ર શિકાગોલેન્ડમાંથી 100થી વધુ કાર અને 200થી વધુ હિન્દુઓએ રેલીમાં ભાગ લીધો હતો. ગ્લેન વ્યુમાં હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રાનું સમાપન બાર્ટલેટ, આઈએલમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. કાર રેલીમાં ભાગ લેનારા લોકો YDS સ્વામિનારાયણ મંદિર, હરિધામ મંદિર, જલારામ મંદિર, માનવ સેવા મંદિર, ગાયત્રી જ્ઞાન મંદિર, હરિ ઓમ મંદિર, રાધે શ્યામ મંદિર, શિકાગો કાલી બારી મંદિર, ઉમિયા માતા મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિરનો સમાવેશ થાય છે.
કાર્યક્રમની શરૂઆત હનુમાન મંદિરમાં ભવ્ય પૂજાથી કરવામાં આવી હતી. જેના કારણે રેલીનું વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. રેલી દ્વારા મુલાકાત લીધેલ તમામ મંદિરોને અયોધ્યા (ભારત)માં યોજાનાર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અમેરિકાની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહાસચિવ શ્રી અમિતાભ મિત્તલે રામ પરિવારની મૂર્તિ, કલશ, ગંગોત્રીનું પવિત્ર જળ, શ્રી હનુમાન સુંદરકાંડના પુસ્તકો અને દરેક મંદિરને ઠરાવ પત્ર અર્પણ કર્યા હતા.
આ વિશાળ રેલીનો વિચાર દિપેન શાહ (જોય)ના મનમાં આવ્યો ત્યારે તેમણે સ્થાનિક વોટ્સએપ ગ્રુપમાં 18 ડિસેમ્બરે મંદિરોની મુલાકાત લેવાનું સૂચન કર્યું હતું. હરેન્દ્ર માંગરોલાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "કેટલીયે પેઢીઓ દ્વારા આ સ્વપ્ન જોવાયું છે. 1528 થી આજ સુધી 795 વર્ષની રાહ જોયા પછી આખરે તે સમાપ્ત થવા જઈ રહ્યું છે. અમે દરેકને અમારી સાથે જોડાવા અને આ ઐતિહાસિક દિવસનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ."
નીરવ પટેલ અને દીપેન જોય શાહે રેલી માટે ફ્લેગ અને રૂટ પ્લાનિંગની જવાબદારી સંભાળી હતી જ્યારે અનુરાગ અવસ્થીએ એક સરળ અને કાર્યક્ષમ ટ્રાફિક સિસ્ટમ બનાવવાની જવાબદારી લીધી હતી. આ રેલીમાં 5 વર્ષના બાળકોથી લઈને 90 વર્ષના વડીલોએ ભાગ લીધો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે, રેલી અને તેના પ્રસંગને શિકાગોલેન્ડમાં હિન્દુ સમુદાય માટે એક ઐતિહાસિક અને નોંધપાત્ર ઘટના તરીકે યાદ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login