સુરત જિલ્લાની ૯ વિધાનસભામાં ઉત્સાહપૂર્વક ઉજવાયેલા લોકશાહીના પર્વમાં નાના–મોટા સહિત દરેક મતદારોએ સહભાગિતા દર્શાવી હતી. મતદાનનું વિશેષ મહત્વ જણાવતા સુરતના ખટોદરા સ્થિત નગર પ્રાથમિક શાળાના બુથ પર મતદાન માટે આવેલા કેના પટેલે પ્રથમ વખત મતદાન કરી, લોકશાહીમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં મતદાનનું સવિશેષ મહત્વ હોવાથી દરેક નાગરિકે નૈતિક ફરજના ભાગરૂપે અચૂક મતદાન કરવું જોઈએ.
પ્રથમ વખત મતદાન માટે અનેરો ઉત્સાહ ધરાવતા કેના પટેલે મતદાન કરવા માટે મિત્રો સાથે ફરવા જવાનું પણ ડીલે કર્યું હતું. તેમણે જણાવ્યું અમારી ફરવા જવાની ટિકિટ્સ મતદાનના દિવસની જ આવતી હોવાથી મેં તે કેન્સલ કરાવી નવી કઢાવી હતી. જેથી હું કોઈ પણ સંજોગોમાં મતદાનની અમૂલ્ય તકનો લાભ લઈ શકું.
તો બીજી તરફ નવાગામ-ડીંડોલીની નગર પ્રાથમિક ગુજરાતી/મરાઠી શાળામાં મતદાન માટે આવેલા ૨૧ વર્ષીય જ્યોતિ નાયકાએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. રોજગારી અર્થે કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક ટેકો આપતા જ્યોતિ બેને કહ્યું કે, મતદાનના દિવસે ખાસ રજા હોવાથી હું સવારથી જ પરિવાર સાથે મતદાન બુથ પર પહોંચી ગઈ હતી.
પ્રથમ વખત મતદાન કરી અત્યંત ખુશ જ્યોતિએ મતદારો માટેની સુંદર વ્યવસ્થા બદલ જિલ્લા ચૂંટણી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે તમામ નવયુવાઓ અને ફર્સ્ટ ટાઈમ વૉટરોને લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવવાનો ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login