ગત તારીખ 14 એપ્રિલના રોજ સવારે પાંચ વાગ્યાના અરસામાં મુંબઈના બાંદ્રા ખાતે આવેલ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ ની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઈક પર આવેલા બે હુમલાખોરોએ ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગ થયું ત્યારે સલમાન ખાન તેના ઘરે હતો. જોકે ઘટના બન્યા બાદ સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ઘટનાને પગલે મુંબઈ પોલીસ તપાસમાં લાગી ગઈ હતી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં જાણવા મળ્યું હતું કે બે વ્યક્તિઓ ટોપી પહેરીને અને ખભા પર બેડ લટકતી હતી તે રીતે બાઈક પર આવીને સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા ઘટના બાદ આ ફાયરિંગ ને જવાબદારી લોરેન્સ બીસોઈ ના ભાઈ અનમોલ એ એક ઓનલાઇન પોસ્ટ કરીને લીધી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે આ માત્ર ટ્રેલર છે અને સલમાન ખાનને ચેતવણી આપી હતી.
આ ઘટનામાં ફાયરિંગ કરનાર આરોપીઓ વિકી ગુપ્તા અને સાગરપાલ જે તે સમયે ફાયરિંગ કર્યા બાદ મુંબઈથી ભાગીને સુરત આવ્યા હતા અને સુરત ખાતે તાપી નદીમાં તેમણે ફાયરીંગમાં વપરાયેલી રિવોલ્વર અને તેમના મોબાઈલ નાખી દીધા હોવાનું પોલીસ તપાસ દરમિયાન તેમણે મુંબઈ પોલીસને જણાવ્યું હતું.
ફાયરિંગ કરનાર બંને આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યા મુજબ તેમણે તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાથી મુંબઈ એ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ સહિત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયાનાયક પણ સુરત દોડી આવ્યા છે હાલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરી રહી છે આરોપીઓએ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે હાલ તપાસનો વિષય છે જોકે હમણાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સુરત પોલીસ અને ફાયરની ટીમ દ્વારા તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સલમાન ખાન ના ઘર પર ફાયરિંગની સમગ્ર ઘટનામાં હરિયાણા અને અન્ય રાજ્યોમાંથી લગભગ સાત લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા આ કેસમાં ઘટના બન્યા બાદ એટલે કે સલમાન ના ઘર પર ફાયરિંગ કર્યા બાદ પાલ અને ગુપ્તા મુંબઈ છોડીને ટ્રેન મારફતે સુરત આવ્યા હતા અને ત્યારબાદ સુરત રેલ્વે સ્ટેશન પર ઉતરીને તેમણે તેમની રિવોલ્વર અને મોબાઈલ તાપી નદીમાં ફેંકી દીધા હતા ત્યારબાદ તેઓ સુરતથી બસ મારફતે અમદાવાદ ગયા હતા અને ત્યાંથી તેઓ છેવાડાના કચ્છ પહોંચ્યા હતા ગુજરાત પોલીસ અને મુંબઈ પોલીસને મળેલી બાતમીને આધારે તેમજ ટેકનિકલ સર્વિલન્સ ના આધારે બંને આરોપીઓને કચ્છ પોલીસે ઝડપી પાડ્યા હતા અને બંનેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને તપાસ માટે સોંપી દીધા હતા. આ બંનેના રિમાન્ડ દરમિયાન જ તેમણે સુરતની તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાની કબુલાત કરી હતી જેને પગલે હાલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ સુરત તાપી નદીમાં રિવોલ્વર ની શોધખોળ કરી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે આટલા દિવસ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને રિવોલ્વર શોધવામાં સફળતા મળે છે કે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login