ADVERTISEMENTs

ડલ્લાસ સીટી ખાતે FOGAUSA નું પહેલું વાયબ્રન્ટ કન્વેક્શન 'યુનાઇટેડ ગુજરાતી' યોજાયું.

ત્રણ દિવસીય આ કન્વેન્શનમાં અમેરિકાના વિવિધ સ્ટેટના ચાલીસ થી વધુ ગુજરાતી સંગઠનોના તથા Canada, UK અને Dubai ના આગેવાનો તથા ત્રણ હજારથી વધુ લોકો જોડાયા.

ડલ્લાસ ખાતે યોજાયેલ યુનાઇટેડ ગુજરાતી કન્વેક્શન. / FOGAUS

વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા અને અમેરિકાને પોતાની કર્મભૂમિ બનાવનાર તમામ ગુજરાતીઓને એક તાંતણે બાંધી ગુજરાતની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક વિરાસતને ઉજાગર કરવાની નેમ લઈને, બીન રાજકીય કાર્યક્રમ માં સમગ્ર અમેરિકાના ગુજરાતી સંગઠનોને ભેગા કરવા છેલ્લા 3 થી વર્ષથી વધુ અમેરીકાનુ ભ્રમણ FOGAUSA ના ફાઉન્ડર શ્રી વાસુદેવ પટેલ, પકાજી પટેલ, પીવી પટેલે કરી તેમની સાથે તેમની યુવા ફાઉનડર ટીમ ના સભ્યો શ્રી દિવ્યેશ ત્રિપાઠી, ચીરાગ દવે તથા જૈમીન ઉપાઘાય એ ગુજરાતી પ્રજામાં આલેખ જગાડી ૧૦૦ થી વધારે ગુજરાતી સંગઠનો ને એક પ્લેટફોર્મ પર લાવી, ગુજરાતીપણાને ઉજાગર કરતા ફોગાયુએસે ના કન્વેન્શન ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું.

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પત્ર દ્વારા ફોગોની આ પહેલને આવકારી, અને આવનારા સમયમાં આ સંગઠન અમેરિકામાં અને ભારત માટે એક સેતુ બની, એકવીસમી સદીના નવા ભારત માટે ઉપયોગી બની, વાયબ્રન્ટ ગુજરાતીઓ પોતાના દેશ અને રાજ્ય માટે કંઈક વિશેષ કરે તે માટે શુભકામનાઓ પાઠવી.

કાર્યક્રમની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની (વર્ચ્યુલ હાજરી), પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, ગુજરાત રાજ્યના માનનીય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ, ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ, પૂર્વ શિક્ષા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, Indian embassy વતી First Secretary શ્રી જીગર રાવલ, કૉન્સ્યુલેટ જનરલ શ્રી મંજુનાથન, સોજીત્રા ના ધારાસભય શ્રી વીપુલ પટેલ તથા અમેરિકન કૉન્ગ્રેસમેનો એ હાજર રહી પ્રસંગને શોભાવ્યો.

ત્રણ દિવસીય આ કન્વેન્શનમાં અમેરિકાના વિવિધ સ્ટેટના ચાલીસ થી વધુ ગુજરાતી સંગઠનોના તથા Canada, UK અને Dubai ના આગેવાનો તથા ત્રણ હજારથી વધુ લોકો જોડાયા અને આવનાર સમયમાં ગુજરાતના વિકાસ માટે ગુજરાતી ભાષા, સામાજીક સેવા અને સંસ્કૃતિના સંવર્ધન માટે FOGAUSA ના પ્લેટફોર્મ દ્વારા સહયોગી બન્યા.

આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતીઓની આ પહેલને આવકારી અને આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર તરફથી NRI માટે ધંધાકિય અને સામાજીક વ્યવસ્થા માટે સરકાર સહયોગી બનશે તેવી ખાત્રી આપી. 

તેમણે જોર આપી, અમેરિકામાં વસતા ગુજરાતી ઓને તેમના માદરે વતન સાથે જોડાયેલ રહેવા, અને યુવા પેઢીને પણ ગુજરાત સાથે જોડાય અને ગુજરાતના વિકાસ સાથે જોડાય તે માટે હાકલ કરી.

ગુજરાત સરકારના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ એનઆરઆઈને ગુજરાતમાં આવી રોકાણ કરવા પ્રેરીત કરતાં જણાવ્યું કે, ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં રોકાણકારો માટે સરકાર તમામ જાતની સુવિધા અને સરકારી સહયોગ આપે છે.

સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકમાએ જણાવ્યું કે, હાલની સરકાર ગુજરાત આવતા ઉદ્યોગ સાહસિકો માટે લાલ ઝાજમ પાથરીને આવકારી રહી છે. ગુજરાતમાં આવતા ઉદ્યોગો માટે સલામતી, ચોવીસ કલાક વીજળી અને તમામ જાતની સરકારી પરવાનગીઓ ઝડપથી મેળવી આપે છે.

ઈફ્કોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ આજના ગુજરાત વિશે અને દરેક ગુજરાતીને વિનંતી કરી કે, તેઓ ત્રણ ફોરેન ટુરિસ્ટને ગુજરાત લાવી પ્રવાસનના વિકાસ માટે સહયોગ આપે.

કન્વેન્શનમાં ખાસ ઉપસ્થિત રહેલ હ્યુસ્ટન ઈન્ડિયન કૉન્સુલેટ જનરલ શ્રી મંજુનાથે ભારતીયોને અમેરિકામાં ટ્રેડ શો થી લઈ ઈન્ડસ્ટ્રીજ ગ્રોથ માટે જરૂરી તમામ મદદ પૂરી પાડવાની ખાત્રી આપી. 
આ સાથે Medical Carrier seminar, Matrimonial, Business 2 Business તથા Youth seminar જેવા સમાજ ને અતી ઉપીઓગી એવા seminars નુ સુનદર આયોજન કરાયુ હતુ. સાથે સાથે ગીતાબેન રબારી જેવા કલાકારો ના રમઝટ ગરબા, કાજલ ઓઝા વૈધ તથા સૌભીત દેસાઈ એ કાયઁકમ ને આકઁષક બાનવ્યો હતો. 

ત્રણ હજારથી વધુ ગુજરાતીઓને એક જગ્યાએ એકત્રિત કરી, ગુજરાતનું અમેરિકામાં આગવું સ્થાન ઉભુ કરનાર, ફોગાયુએસે ના પમુખ શ્રી વસુદેવભાઈ પટેલ,શ્રી પકાજી પટેલતથા શ્રી પ્રકાશભાઈ પટેલ ના સપના સમાન ફોગાયુએસે ના કન્વેન્શનને તમામ ગુજરાતીઓએ ભેગા મળી સફળ બનાવ્યું. 

આ પ્રસંગ પાછળ અથાગ મહેનત કરનાર ડલાસ કનવેનસના ચેરમેન આત્મનભાઈ રાવલ, વાઈસ ચેરમેન શ્રી હેમલ દોશી,શ્રી રમણભાઈ પટેલ શ્રી સુધીરભાઈ પરીખ, ચીફ ટ્રસ્ટી ડૉ. કિરન પારેખ, કમલેસ શુકલા, જૈમીન કલારીઆ, ત્રિથર્થ ત્રીવેદી, શીતલ પટેલ, બેલાબેન શાહ, હષાબેન ગાંઘી, શૈલેષભાઇ, National team ના દેવ ભરવાડ, નીલકંઠ પટેલ, બાબુભાઈ પટેલ, નેન્સી પટેલ, ડૉ. હિમાનશુ પંડયા, હરિભાઇ પટેલ, ભુપેશ શાહ તથા અથાગ મહેનત કરી કાયકમ ને સજાવનાર ગાયત્રીબેન જોશી, અમદાવાદ થી મનીષભાઈ સહિત ૧૫૦થી વધુ યુવા ગરવા ગુજરાતીઓએ દિવસ રાત મહેનત કરી આ પ્રસંગને ઉજવ્યો, 
આવનારા સમયમાં ગુજરાતની ગરીમાને ઊંચાઈ પર લઈ જવાનું શ્રેય અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓને શીરે છે.

આ પ્રસંગ માં અર્થિક સહિયોગ આપનાર એવા ડૉ વાસુદેવ પટેલ, પાકજી પટેલ, પ્રફુલ પટેલ, પ્રકાસ પટેલ, ડૉ. જે પી પંડ્યા, પટેલ બ્રધસ, ઇન્ડીયા બજાર, સતીશ ગુપ્તા, ડૉ. ભરત સંઘાણી, સુનિલ ધારોડ તથા ઘણાં ગુપ્ત દાનવીરો ની મદદ મળી હતી સાથેં દિપ ફૂડ ના નમકીન ની મજા માણી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related